ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરી વિકાસના આગળ વધારવા ત્રણ શહેરોની આઠ ટીપી સ્કીમોને મંજૂરી આપી છે જેમાં અમદાવાદની ત્રણ ડ્રાફ્ટ ટીપી, એક પ્રારંભિક ટીપી અને એક ફાઇનલ ટીપી ઉપરાંત સુરત, ગોંડલ અને વડોદરાની એક-એક ટીપી મંજૂર કરી છે.
રૂપાણીએ મંજુર કરેલી ટી.પી.સ્કીમોમાં અમદાવાદની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.154 (સાંતેજ), નં.123/એ (નરોડા), નં.123/બી નરોડા અને પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ નં.85 (વટવા-૫) તેમજ ફાયનલ ટી.પી.નં.3 (રાણીપ)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ગોંડલ શહેરની ટી.પી. સ્કીમ નં.1, સુરતની ટી.પી.સ્કીમ નં.57 (ખરવાસા-એકલેરા) અને વડોદરાની ટી.પી. સ્કીમ નં.17 (સૈયદ વાસણા) પણ મુમંજૂર કરી છે.
ઔડા વિસ્તારની મંજુર કરાયેલી ડ્રાફ્ટ ટી.પી. 154 (સાંતેજ)નો આશરે વિસ્તાર 106 હેકટર્સ છે. આ સ્કીમમાં સત્તામંડળને જાહેર હેતુ માટે 185800 ચો.મી.ના કુલ 37 જેટલા પ્લોટ સંપ્રાપ્ત થશે જેમાં જાહેર સુવિધા, ખુલ્લી જગ્યા, બાગ બગીચા, સ્ટ્રીટ વેન્ડર્સ/હોકર્સ માટે તેમજ સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ સહિત આંતરમાળખાકીય સવલતો ઉભી કરવા વેચાણના હેતુના પ્લોટો પ્રાપ્ત થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ નરોડા વિસ્તારની આશરે 100.00 હેકટર્સની ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.123/એ અને 123/બી (નરોડા)ને પણ મંજુરી આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ પૂર્વ વિસ્તારની ટી.પી. સ્કીમ નં.85 (વટવા-5) મંજુર થતાં આશરે 85.00 હેકટર્સ વિસ્તારના આયોજનને આખરી ઓપ મળેલ છે. આ મંજુર કરાયેલી વટવાની ટી.પી.85 માં વેચાણના હેતુ માટે 69079 ચો.મી., આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે 22414 ચો.મી, જાહેર હેતુ માટે 36295 ચો.મી. તથા બાગ-બગીચા, મેદાનો માટે 18644 ચો.મી. જમીન મળી કુલ 146432 ચો.મી. પ્રાપ્ત થશે.
સૌરાષ્ટ્રના રાજાશાહી વખતના સુઆયોજીત શહેર ગોંડલની શોભામાં યશકલગી ઉમેરતા આશરે 73.00 હેકટર્સની પ્રારંભિક ટી.પી. નં.1 ગોંડલને પણ મંજૂરી આપવામાં આવી છે. આ અન્વયે કુલ 57 જેટલા પ્લોટો ગોંડલ નગરપાલિકાને જાહેર હેતુના વિવિધ ઉપયોગ માટે મળશે જેનુ ક્ષેત્રફળ આશરે 74874 ચો.મી. જેટલુ છે, તદ્ઉપરાંત રસ્તાની આશરે 73680 ચો.મી. જમીન પણ નગરપાલિકાને ટી.પી. સ્કીમ મારફતે પ્રાપ્ત થતા, નાના શહેરોમાં ટી.પી. સ્કીમથી સ્થાનિક સંસ્થાને મળતી આંતરમાળખાકીય સવલતોનો વધારો દિશાદર્શક બનશે.
મુખ્યમંત્રીએ વડોદરા શહેરની 60.85 હેકટર્સ વિસ્તારની ટી.પી. સ્કીમ નં.17 (સૈયદ વાસણા)ને પણ મંજુરી આપતા સ્થાનિક સત્તામંડળને 33615.00 ચો.મી.ના 24 જેટલા જાહેર હેતુના પ્લોટો સંપ્રાપ્ત થવાના છે. એટલું જ નહિ, સુરત શહેરના નવા 90.00 મીટરના રીંગરોડના ઝડપી અમલીકરણના ભાગરૂપે લોકડાઉન પહેલાં ટી.પી.ઓ દ્વારા જાહેર કરાયેલ પ્રારંભિક યોજનાને ત્રણ જ મહિનામાં આશરે 171 હેકટર્સની સ્કીમને મંજુરી અપાયેલી છે.
આ ટી.પી. મંજુર થતા સત્તામંડળના રસ્તા માટે આશરે 36.00 હેકટર્સ જમીન તથા જાહેર સુવિધા માટે 62454 ચો.મી., ખુલ્લી જગ્યા/બાગબગીચા/પાર્કીંગ માટે 63171 ચો.મી., આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે 44215 ચો.મી. તથા વેચાણના હેતુ માટે આશરે 166863 ચો.મી. જમીન મળી કુલ 336703 ચો.મી.ના 40 પ્લોટ સત્તામંડળને પ્રાપ્ત થવાના છે.