ગાંધીનગર – ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)એ સમગ્ર દેશમાં નવી સિદ્ધિ મેળવી છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે હેતુથી આ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન લેક્ટર અપલોડ કર્યા છે. કોરોનાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ક્ષતિ પહોંચે નહીં તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે આગામી મહિનાઓમાં યુનિવર્સિટીની પરીક્ષા લેવામાં આવશે. આ નિર્ણયના અનુસંધાને વિદ્યાર્થીઓના અભ્યાસના પૂર્વ આયોજન માટે જીટીયુએ lectures.gtu.ac.in વેબપોર્ટલ પર જુદી જુદી 13 શાખાના 3310 ઓનલાઇન લેક્ચર અપલોડ કર્યા છે. આવા લેક્ટર દેશની વિવિધ યુનિવર્સિટીઓ પણ અપલોડ કરતી હોય છે પરંતુ આટલી મોટી સંખ્યામાં લેક્ટર અપલોડ કરવાનો આ વિક્રમ છે.
ડિપ્લોમા થી પીએચડી સુધીના અભ્યાસક્રમોની વિવિધ શાખાના 673 થી પણ વધુ વિષય તજજ્ઞો દ્વારા ઓનલાઈન લેક્ચર્સ રેકોર્ડ્સ કરાવામાં આવ્યા હતા, જેમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ અને ફાર્મસી, ડિપ્લોમા એન્જિનિયરિંગ એન્ડ ફાર્મસી, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ અને ફાર્મસી તથા પીએચડીની વિવિધ શાખાઓના 3310 લેક્ચર્સ અપલોડ કરવામાં આવ્યા છે.
બીઈની 23 બ્રાન્ચના 1680, ડિપ્લોમાના 1085, વિવિધ માસ્ટર કોર્સના 350થી વધુ તેમજ અન્ય કોર્સના થઈને કુલ 3310 ઓનલાઇન લેક્ચર જીટીયુ દ્વારા અપલોડ કરવામાં આવ્યા છે. આ ઓનલાઇન લેક્ચર હેતુ વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં પરીક્ષાલક્ષી તૈયારી કરી શકે અને લોકડાઉનના કારણે તેમના અભ્યાસમાં જે ક્ષતિ પહોંચી છે, તેને પરિપૂર્ણ કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે જીટીયુ દ્વારા તાજેતરમાં 1.28 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન મોકટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સારો પ્રતિસાદ મળ્યો છે. હવે આગામી દિવસોમાં આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તે માટે ઓનલાઇન લેક્ટર અપલોડ કરશે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.