સેમસંગ ઇલેકટ્રોનિકસ દ્વારા દેશમાં કયુએલઇડી ટીવીની તેની ફલેગશિપ પ્રીમીયમ લાઇન – અપ લોન્ચ કરી હતી અને તેનું નવીન ટીવી, ધ ફ્રેમ દર્શાવ્યુ હતું. જે અત્યાધુનિક ટેકનોલોજી અને સ્ટાઇલ સાથે હોમ એન્ટરટેઇન્મેન્ટનાં ભવિષ્યને નવેસરથી પરિભાષિત કરે છે.
સેમસંગ કયુએલઇડી ટીવીનું નામ ટીવી ઓફ લાઇટ આપ્યું છે. જે મહતમ બ્રાઇટનેસ લેવલ અને આકર્ષક વિઝયુઅલ અનુભવ પ્રદાન કરે છે તથા ટેલીવીઝન માટે નવા યુગની શરૂઆત કરે છે અને લાઇફસ્ટાઇલ ટીવી પર ધ્યાન કેન્દ્રીત કરીને ભવિષ્યના લીવીંગ રૂમને નવેસરથી પરિભાષિત કરે છે. આ સાથે દેશની નંબર વન ટીવી બ્રાન્ડ બજારમાં તેની લીડરશીપને વધારે મજબુત કરશે તેમ સેમસંગ ઇન્ડિયાના કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ વાઇસ પ્રેસિડન્ટ રાજીવ ભૂટાણીએ કહ્યુ હતું.