સુરેન્દ્રનગર જિલ્લા ના લખતર માં કોરોના ની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે અને એકસાથે ચાર કોરોના દર્દી નોંધાતા ભારે દહેશત ફેલાઈ ગઈ છે.
લખતર તાલુકા લેવલ નું ગામ છે અને અજુબાજુ ના ગામ ના લોકો છકડા રીક્ષા માં સવાર સાંજ હટાણું કરવા આવતા હોય છે અને શાકભાજી પણ અહીંથી જ જતું હોવાથી તંત્ર હરકત માં આવી ગયું છે. મળતી વિગતો મુજબ અમદાવાદ થી વતન લખતર માં આવેલા એક પરિવાર ના સગર્ભા સહિત ચાર વ્યક્તિઓ ને શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓના સેમ્પલ લેવામાં આવતા તમામ ચાર વ્યક્તિઓ નો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા લખતર ના આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે.
અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા ના થાન, ધ્રાગધ્રા માં પણ કોરોના ના દર્દીઓ નોંધાયા હતા અને હવે લખતર માં વધુ ચાર કેસ નોંધાતા સુરેન્દ્રનગર નિલ્લા માં કોરોના ના 20 કેસ ઉપર આંકડો પહોંચ્યો છે. લખતર ની આસપાસ ના ગામો ના મોટી સંખ્યા માં લોકો ની અવર જવર હોઈ કોઈ સંક્રમિત ન બને તે માટે તંત્ર હરકત માં આવ્યુ છે.
