22 મેના રોજ શનિ જયંતી છે. નેશનલ લોકડાઉનના કારણે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ, રામનવમી, હનુમાન જયંતી અને બુદ્ધ પૂર્ણિમા બાદ શનિ જયંતીનો ઉત્સવ પણ સામાન્ય જ રહેશે. દેશના સૌથી પ્રાચીન શનિ મંદિરમાં આ વર્ષે શનિ જયંતીની ધૂમ જોવા મળશે નહીં. હજારો શ્રદ્ધાળુઓ અભિષેક માટે શનિ જયંતીના દિવસે આવે છે, પરંતુ આ વર્ષે નેશનલ લોકડાઉનના કારણે અહીં માત્ર એક જ પૂજારી શનિ જયંતીએ ભગવાનની આરતી-પૂજા કરશે.
શ્રી શનૈશ્વર દેવસ્થાનમ્ શિંગણાપુર ટ્રસ્ટ શનિ જયંતીની તૈયારીઓમાં જોડાયેલું છે. અભિષેક-પૂજન અને શનિ જન્મોત્સવની બધી પરંપરાઓ દર વર્ષે થાય છે તેમ જ રહેશે. પરંતુ, આ વર્ષે શ્રદ્ધાળુઓની ભીડ અહીં જોવા મળશે નહીં. આ વર્ષે તેના કરતાં પણ વધારે શ્રદ્ધાળુઓના આવવાની આશા હતી. લોકડાઉન અને કોરાનાવાઇરસના કારણે આ વર્ષે અહીં કોઇ મોટો ઉત્સવ ઉજવાશે નહીં. માત્ર એક પૂજારી જ ભગવાનની આરતી-પૂજા કરશે. અહીં આ પરંપરા પણ છે. શનૈશ્ચર મંદિર શિંગણાપુરની પરંપરાઓ અન્ય મંદિરથી બિલકુલ અલગ છે.
અહીં મંદિર 24 કલાક ખુલ્લું રહે છે. શનિદેવની મૂર્તિ પણ ખુલ્લા આકાશ નીચે છે. આ મંદિરમાં કોઇ પૂજા જરૂરી નથી કે કોઇ ચઢાવો જરૂરી નથી. અહીં શ્રદ્ધાળુઓ ઉપર કોઇપણ પ્રકારની પૂજા માટે કોઇ દબાવ નથી. એટલે જ, મંદિરમાં પૂજારીઓની સંખ્યા પણ ખૂબ જ ઓછી છે. આ એકમાત્ર એવું સ્થાન છે, જ્યાં આજે પણ ચોરી થતી નથી. આ કારણે અહીં શ્રદ્ધાળુઓના સામાન ચોરી થવાની કે ખોવાઇ જવાની કોઇ ફરિયાદ આજ સુધી આવી નથી. 100 રૂપિયામાં રહેવા માટે ભોજન અને 10 રૂપિયામાં ભરપેટ ભોજન મળે છે.