હિંદુ પંચાંગ પ્રમાણે આજ રોજ વૈશાખ મહિનાની પૂનમની તિથિ છે. આ તિથિએ ભગવાન બુદ્ધની જયંતી પણ ઉજવવામાં આવે છે, પૂનમ તિથિએ વિશેષ પૂજા-પાઠ અને અન્ય ધાર્મિક કાર્યો કરવાની પરંપરા છે.
પૂનમ તિથિએ ક્યા-ક્યા શુભ કામ કરી શકાય:
પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાનું વિધાન છે. ગુરુવાર અને પૂનમ તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા, વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. પૂનમ તિથિએ હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ૐ રામદૂતાય નમઃ મંત્રનો જાપ 108 વાર અને જો સંભવ હોય તો આ દિવસે સુંદરકાંડનો પાઠ પણ કરી શકાઈ છે. લોકડાઉનના કારણે નદીમાં સ્નાન કરવાથી બચવું. ઘરમાં જ નદીઓના નામનો જાપ કરો અને સ્નાન કરો. પૂનમ તિથિએ ઘરમાં જગડો કરવો નહીં અને જે ઘરમાં પતિ-પત્ની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોય, ત્યાં નેગેટિવિટીનો વાસ થાય છે.