અમદાવાદ માં રહેતા કોઈપણ વ્યક્તિ નો રિપોર્ટ કરવો આવશ્યક હોવાછતાં તંત્ર વાહકો ની બેદરકારી ને પગલે નિર્દોષ લોકો સામે સંક્રમણ નો ભોગ બનવાની શકયતા ઉભી થઈ છે.
વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ના પાટડી તાલુકાના માલવણ ખાતે આઇસીઆઇસી બેંક ખાતે અમદાવાદથી અપડાઉન કરતા કર્મચારી કમ કેશીયરને કોરોના પોઝીટીવ આવતા અફડા તફડી મચી ગઇ છે અને બેંક માં કામ કરતા અન્ય કર્મચારી અને ગ્રાહકો ને સંક્રમણ નો ભય ઉભો થતા હાલ તમામ ને કોરિન્ટિન કરવા ની તજવીજ સાથે બેન્ક ને 14 દિ’બંધ કરવા સાથે આરોગ્ય વિભાગ દ્વારા પાટડી તાલુકામાંથી કેટલા ખાતેદારોએ કેશ ઉપાડ્યા તે તમામ સંપર્ક માં આવનારા ની તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
