પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુવરજી બાવળિયાના મત વિસ્તાર જસદણ પંથકમાં ગામડાઓમાં પશુઓને પીવા માટેના અવેડા ખાલી હોવાનો વીડિયો ગ્રામજનોએ બનાવી વાઇરલ કર્યો છે. જસદણના ચીતલીયા ગામમાં 2 હજાર જેટલા પશુઓને પીવાનું પાણી મળતું નથી, તાલુકામાં ટીડીઓ સહિતના અધિકારીઓનં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે તેવું ગ્રામજન વીડિયોમાં બોલતા નજરે પડી રહ્યા છે. અમે ભાજપ અને કુવરજીભાઇને મત આપીએ છીએ એટલે અવેડા ભરવામાં આવતા નથી. ચિતલીયા ગામમાં સરપંચ અને માલધારીઓના વિવાદમાં મુંગા પશુઓના અવેડા ખાલી રહે છે. માલધારીઓ ભાજપને મત આપતા હોય તેથી સરપંચનું કહેવું છે કે, ભાજપ પાસેથી પાણી લઇ આવો. અવેડા આજેય નહીં ભરૂ અને કાલે પણ નહીં.