ગાંધીનગર – કોરોના સંક્રમણના સમયમાં કેન્દ્ર સરકારનો આગ્રહ છે કે પ્રત્યેક વ્યક્તિ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરે પરંતુ કેન્દ્ર આટલો બઘો આગ્રહ કેમ રાખે છે સામાન્ય વ્યક્તિની સમજમાં આવતું નથી. વિશ્વના કોઇપણ દેશમાં આવી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે દબાણ કરવામાં આવ્યું નથી.
એવી કોઇ એપ્લિકેશન હોય કે બાજુમાં કોઇ કોરોના દર્દી હોય તો તમારા મોબાઇલમાં રેડ લાઇટ થાય — આવું કહીને એપ્લિકેશન ડાઉનલોડ તો કરાવવામાં આવે છે પંરતુ અનુભવે જોયું છે કે કોરોના દર્દી બાજુમાં ઉભો હોય તો પણ એપ્લિકેશનમાં ગ્રીનઝોન બતાવવામાં આવે છે. જો અર્થ નથી તો આવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાનો મતલબ શું છે તે સમજાતું નથી.
કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મે મહિનાના પ્રારંભથી દેશને તબક્કાવાર રીતે લોકડાઉનમાંથી બહાર લાવવો હોય તો લોકો દ્વારા આ એપનો વ્યાપકપાયે ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. હવે ગુજરાત સરકાર પણ તેના કર્મચારીઓ માટે એપ્લિકેશન ફરજીયાત ડાઉનલોડ કરવાનો આગ્રહ કરી રહી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારનો આદેશ છે કે બધા કર્મચારીઓએ આ એપ ફરજિયાત ડાઉનલોડ કરવી પડશે પછી તે પીએસયુમાં હોય કે સ્વાયત્ત એકમોમાં કામ કરતા હોય. ઘરેથી ઓફિસ જતાં પહેલાં તેમણે એપ પર તેમના સ્ટેટસની સમીક્ષા કરવાની રહેશે. પોતે કોવિડ-19નાં લક્ષણ ધરાવે છે કે નહીં અથવા કોવિડ-19 પોઝિટિવ છે કે નહીં તેનાં લક્ષણોની સ્વ-ચકાસણી કરવા ઉપરાંત બ્લુટૂથ ચાલુ રાખીને નજીકમાં આવી કોઈ શંકાસ્પદ વ્યક્તિ છે કે નહીં તે આ એપથી જાણી શકાય છે.
તેના આધારે વ્યક્તિ પોતે સુરક્ષિત, ઓછું જોખમ, મધ્યમ અને ઉચ્ચ જોખમની કેટેગરીમાં છે કે નહીં તે સુનિશ્ચિત કરી શકે છે. ઓર્ડરમાં જણાવાયું છે કે અધિકારીઓને આ એપ તેઓ સુરક્ષિત કે લો-રિસ્ક સ્ટેટસ હોવાનું દર્શાવે ત્યારે જ બહાર નીકળે. તેઓ મધ્યમ કે હાઈ-રિસ્ક કેટેગરીમાં આવતા હોય તો ઓફિસ ન આવે અને પોતાને 14 દિવસ સુધી ક્વોરન્ટાઇનમાં રાખે.
ગુજરાતના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય અને ખાનગી કંપનીઓએ પણ આરોગ્ય સેતુ એપ સ્વીકારવી જોઈએ અને સરકાર ભવિષ્યમાં આ એપ શોપિંગ મોલ્સ અને ખાનગી ઓફિસોમાં લાગુ કરવા વિચારી રહી છે અને તે જ સ્ક્રીનિંગનું એકમાત્ર વ્યાપક ટૂલ છે. જો કો ઘણાંને અનુભવ થયો છે કે કોરોના સંક્રમણને ઓછું કરવા આ એપ્લિકેશન અસરકારક હોય તો વિશ્વના અન્ય દેશોએ પણ આવી એપ્લિકેશનની મદદથી હજારો લોકોના જીવ બચાવ્યા હોત. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો ઇરાદો કંઇ અલગ જ હોય તેવું અનુમાન થઇ રહ્યું છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.