કોરોના એ સમગ્ર વિશ્વ ને ધમરોળ્યું છે ત્યારે ભારત માં પણ કોરોના એ કહેર મચાવ્યો છે હાલ માં સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે અને ખાનગી હોસ્પિટલ માં કોરોના ની સારવાર કરાવવી મોંઘી પડે છે ત્યારે આબધા વચ્ચે સારા સમાચાર એ છે કે રાજકોટ ની ખાનગી હોસ્પિટલ ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા કોરોના ની મફત સારવાર કરવાની જાહેરાત કરી છે. અને જાહેર કર્યું છે કે દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ લેવામાં આવશે નહીં ,મતલબ કે હવેથી કોરોનાના દર્દીઓને ક્રાઇસ્ટ હોસ્પિટલમાં આધુનિક સુવિધા સાથે ફ્રિમાં સારવાર મળશે. હાલ રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં 50 બેડની COVID-19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં અનેક શંકાસ્પદ દર્દીઓની સારવાર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. તો એક કોરોના પોઝિટિવ વાઇરસ ધરાવતા દર્દીની સારવાર પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી જે સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે. ગુજરાતની આ રીતની પહેલી ખાનગી હોસ્પિટલ હોવાનું સામે આવી રહ્યું છે ક્રાઇસ્ટ હોસ્પિટલ ના સૂત્રોના જણાવ્યા મુજબ , કોરોનાના કોઇ પણ દર્દી હોય તેઓને ફ્રિમાં સારવાર કરવામાં આવશે. આ અંગેના MOU કલેક્ટર સાથે કરવામાં આવ્યા છે. શંકાસ્પદ હોય કે પોઝિટિવ કેસ તમામની સારવાર ફ્રિ કરવામાં આવશે તેવા MOU કલેક્ટર કચેરીમાં હોસ્પિટલના સંચાલકો દ્વારા કરવામાં આવ્યા છે. ગુજરાતની આ પ્રથમ ખાનગી હોસ્પિટલ છે કે કોરોનાના દર્દીઓ માટેની સારવાર ફ્રિ કરી છે તેવો દાવો કરવામાં આવ્યો છે.રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના 59 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે જે પૈકી 16 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ સિવાય અન્ય કોઇ ખાનગી હોસ્પિટલમાં દર્દીને સારવાર લેવી હોય તો તેને હોસ્પિટલના નિયત કરેલા ચાર્જ મુજબ પૈસા ભરવા પડતા હોય છે. ત્યારે રાજકોટ ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમને ત્યાં ગત 16મી એપ્રીલથી કોરોના વાઇરસના દર્દીઓ પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ વસૂલવામાં નહીં આવે.આમ કોરોના દર્દીઓ ને વધુ એક સુવિધાસભર હોસ્પિટલ નો લાભ મળવા જઈ રહ્યો છે અહીં ના જંગલેશ્વર વિસ્તાર ને છોડી અન્ય ખાસ કોઈ વિસ્તારો પ્રભાવિત નથી ત્યારે કોરોના ની સ્થિતિ રાજકોટ માં એકંદરે અમદાવાદ ,વડોદરા ,સુરત ,ભાવનગર કરતા કંટ્રોલ હેઠળ છે.
