શાસ્ત્રો માં કહેવામાં આવેલ કે ગંગામાં સ્નાન કરવાથી,તેની પૂજા કરવાથી અઘોર પાપમાંથી મુક્તિ મળે છે. હાલમાં પુરા દેશ માં કોરોનાવાયરસના કારણે લોકડાઉનની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે આવા પવિત્ર દિવસએ ઘરે બેસી ને સાચી શ્રદ્ધાથી કેવી રીતે ગંગા મૈયા નું પૂજન કરવું તે જાણો. શિવજીએ પોતાના મસ્તકમાં ગંગાજીને ધારણ કર્યા છે અને મહાદેવના નામનું પણ સ્મરણ કરવું એ પણ એક પૂજા છે અને પાત્ર માં રહેલ જળનું પૂજન કરવું તથા ડાબા હાથમાં ચોખા(અક્ષત)લઈ પાત્ર માં ત્રણ વખત પધરાવવા.
ગંગામૈયા ની પૂજા કરતા સમયે આ ત્રણ મંત્ર ના જાપ કરવા થી પૂજા નું ફળ પ્રાપ્ત થાય છે.
“ઔમ ભાગીરથાય નમઃ”
“ઔમ ત્રિપદગામીનયે નમઃ”
“ઔમ ગંગાયે નમઃ”