મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશીયાલીસ્ટ પ્રદીપ શર્માને ફરીથી સેવામાં બહલ કરી દેવાયા છે. જો કે, હજુ તેમની પોસ્ટીંગ જણાવાઈ નથી. મહારાષ્ટ્ર પોલીસના આઈજી એસ્ટાબ્લીશમેન્ટ રાજકુમાર વ્હટકરે આ માહિતીની પુષ્ટિ કરતા જણાવ્યું કે ગૃહ વિભાગથી આ પ્રકારનો પત્ર આવ્યો છે જેના ઉપર અમલ કરવામાં આવશે.
૧૯૮૩ બેચના પોલીસ અધિકારી પ્રદીપ શર્માનો કાર્યકાળ વિવાદોથી ભરપુર રહ્યો છે. શર્માના નામ ઉપર ૧૦૦થી વધુ એનકાઉન્ટર નોંધાયા છે. જણાવાઈ રહ્યું છે કે બોલીવુડમાં ફિલ્મ “અબ તક ૫૬” પ્રદીપ શર્મા ઉપર જ બની હતી.
એનકાઉન્ટર સ્પેશીયાલીસ્ટ પ્રદીપ શર્માની વર્ષ ૨૦૦૬ને લખન ભૈયા ફેક એનકાઉન્ટર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે તે પછીથી સ્થાનિક કોર્ટ દ્વારા નિર્દોષ મુક્ત થયા હતા, જયારે આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા સીનીયર પીઆઈ પ્રદીપ સૂર્યવંશી સહીત ૧૩ પોલીસવાળા અને ૮ અન્ય દોષી સાબિત થયા હતા. ધરપકડ બાદ પ્રદીપ શર્માને સેવાથી બરખાસ્ત કરી દેવાયા હતા. ન્યાયાલયથી મુક્ત થયા બાદ શર્માએ મેટમાં તેમના સસ્પેન્શનને પડકાર્યું હતું જેનો ચુકાદો તેમના પક્ષમાં આવ્યો.
૯૦નાં દશકામાં મુંબઈમાં જયારે અન્ડરવર્લ્ડ તેની ચરમસીમા ઉપર હતું, ત્યારે પોલીસે બદમાશોને એનકાઉન્ટરમાં પતાવી દેવાનો સિલસિલો શરુ કર્યો હતો. જો કે, પછીથી એનકાઉન્ટરમાં સામેલ પોલીસવાળાઓ ઉપર ગેંગવાળાઓ સાથે મળીને સુપારી કિલિંગનો આરોપ લાગવાનું શરુ થયું હતું. ૨૦૦૬માં લખન ભૈયા એનકાઉન્ટરને પણ સુપારી કિલિંગ તરીકે જ જોવાય છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.