ગાંધીનગર — ગુજરાતમાં એલ-ટાઇપનો વાયરસ વધુ મૃત્યુનું કારણ બની રહ્યો હોવાનું આરોગ્ય વિશેષજ્ઞોનું કહેવું છે. આ પ્રકારનો વાયરસ વધુ ઘાતક છે અને તેણે ચીનના વુહાનમાં ભારે તરખાટ મચાવ્યો હતો. ખતરનાક એલ-પ્રકારનો વાયરસ એસ-ટાઇપના વાયરસથી અલગ પ્રકારનો છે. ઘણી જગ્યાએ એસ-ટાઇપનો વાયરસ જોવા મળે છે જ્યાં મૃત્યુઆંક ઓછો હોય છે.
રાજ્યમાં વધતા જતા મૃત્યુદરનું મુખ્ય કારણ કોરોના વાયરસનો પ્રકાર છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 133 લોકોના મોત થયાં છે, જો કે આ દાવાને સરકારની કોઇ એજન્સીની પુષ્ટી મળતી નથી. ગુજરાત સ્થિત બાયોટેકલોજી રિસર્ચ સેન્ટરના એક વૈજ્ઞાનિકે કહ્યું હતું કે જેનોમ સિક્વન્સિંગમાં એવું જણાયું છે કે આ વાયરસ એલ-પ્રકારનો છે.
વિદેશોમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા વિશ્વેષણથી માલૂમ પડે છે કે એલ-પ્રકારનું તાણ એવી જગ્યાએ પ્રમુખ રહ્યું છે કે જ્યાં કોરોના વાયરસના રોગીઓમાં સૌધી વધુ મૃત્યુદર મળ્યાં છે. આ પ્રકારનો તનાવ ચીનના વુહાનમાં જોવા મળ્યો છે. જીબીઆરસીના નિર્દેશક સીજી જોશી કહે છે કે જીનોમ અનુક્રમ માટે એક દર્દીમાંથી અમે વાયરસ એકત્ર કર્યો હતો તેમાં એલ-ટાઇપનો તનાવ જોવા મળ્યો હતો જે એસ-ટાઇપ કરતાં સૌથી વધુ ઘાતક જોવા મળ્યો છે. ડીકોડમાં ત્રણ નવા પરિવર્તન મળ્યાં છે.
બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગે કોરોના વાયરસમાં દર્દીઓના ઉંચા મૃત્યુદરના અલગ અલગ કારણો આપ્યાં છે. આરોગ્ય અગ્રસચિવ કહે છે કે ગુજરાતમાં સૌથી વધુ મૃત્યુ થયાં છે તેમાં દર્દીનો પાસ્ટ જોતાં તેમાં ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર, ફેફસાંના રોગ, કિડનીની બિમારી તેમજ અન્ય રોગોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં જે મોત થયાં છે તેમાં 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ તેમજ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ છે.