શુક્રવારે ચંદ્ર જોયા પછી રમઝાન માસ આજથી શરૂ થયો છે. 23 એપ્રિલથી સાઉદી અરેબિયામાં ચંદ્ર દેખાતા ત્યારથી ત્યાં રમઝાન મહિનાની શરૂઆત થઇ ગઈ હતી. મુસલમાનો પ્રથમવાર કોરોના સંક્ર્મણના કારણે લોકડાઉનમાં ઘરે તરાવીહની નમાઝ અદા કરશે. તરાવીહ રમઝાનમાં પઢનાર ખાસ નમાઝને કહેવામાં આવે છે. સાઉદી અરેબિયાની સરકારે મક્કા-મદીનાને બંધ કરી દીધી છે. આને કારણે, લોકો ઉમરાહ માટે ત્યાં જઈ શકશે નહીં. જૂન-જુલાઈમાં હજ રદ્દ થવાની સંભાવના પણ છે. 25 એપ્રિલે એટલે કે આજથી એક મહિના સુધી દરરોજ પાંચ વખત નમાઝ અને તરાવીહનું પઠન ઘરેથી જ થશે. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે મસ્જિદોમાં નમાઝ પઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મહિનામાં રોઝા રહેનાર 15 કલાક સુધી ભૂખ્યા અને તરસ્યા રહીને ઈબાદત કરશે. શબ-એ-કદર 20 મેના રોજ અને રમઝાનના અલવિદા ઝૂમા 22 મેના રોજ થશે. ચાંદ દેખાવા પર ઇદ-ઉલ-ફિતર 24 અથવા 25 મેના રોજ મનાવવામાં આવશે.