સુરેન્દ્રનગર જિલ્લામાં હવે કોરોના ની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે અને પ્રથમ પોઝિટિવ કેસ નોંધતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.
વિગતો મુજબ જિલ્લાના થાનગઢ ખાતે રહેતા 61 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની હોવાની માહિતી જાણવા મળી છે. આ સિવાય ગાંધીનગરમાં પણ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2626 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 112એ પહોંચ્યો છે.
