12 વર્ષમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતોએ આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયનું પ્રવાહી જૈવિક ખાતર 2 લાખ લિટર જ ખેડૂતો દ્વારા ખરીદ કરાયું છે. 16,666 લીટર ખેડૂતે વર્ષે વાપરે છે. જે આણંદ તાલુકા જેટલો વપરાશ ગણી શકાય છે. આમ 45 લાખ ખેડૂતો દ્વારા નવું શોધાયેલું જૈવિક ખાતર અપનાવવામાં આવશે એવી અપેક્ષા તેની શોધ વેળાએ હતી. પણ ખેડૂતોએ ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ શોધેલા આ મહત્વના ખાતરનો ઉપયોગ કરવામાં રસ બતાવ્યો નથી.
50 કરોડ સૂક્ષ્મજીવાણું પ્રતિ મિલિ લિટર હોય છે. પાંચ બેક્ટરીયાનો સમૂહ પ્રતિ હેક્ટરમાં કામ કરતો થાય છે. પાક દીઠ 30 ટકા નાઈટ્રોજન , 25% ફોસ્ફરસ અને 25% પોટાશ ખાતરની બચત કરે છે. છતાં તે ખેડૂતોને પસંદ આવ્યો નથી. ઉત્પાદનમાં 10% ટકાનો વધારો થાય છે. છતાં તેને આવકાર મળ્યો નથી.
જમીનનું જૈવિક , રાસાયણિક તેમજ ભૌતિક બંધારણ સુધારે છે. ટપક પદ્ધતિ અને ગ્રીનહાઉસમાં ખાસ ઉપયોગી છે. વિટામિન તેમજ પાક વર્ધકો બનાવી છોડને પોષણ પૂરી પાડે છે. બિયારણના ઉગાવાનો દર વધારે છે. કારક ફૂગ તથા કૃમિથી પાકનું રક્ષણ આપે છે. આ બધા ફાયદા છતાં ખેડૂતો તે કેમ અપનાવતાં નથી તે અંગે અધિકારીઓ નવી યોજના બનાવવાનું વિચારી રહ્યાં છે.
આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના માઈક્રોબાયોલોજી વિભાગે બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં 20 વર્ષના સંશોધન પછી બાયોફર્ટીલાઈઝર પ્રોજેકટ સફળ કરીને પ્રવાહી સ્વરૂપમાં જૈવિક ખાતર વિકસાવ્યું છે. જેનું નામ અનુભવ રાખવામાં આવ્યું છે પણ ખેડૂતોને સારો અનુભવ નથી.
ગુજરાતમાં એક હેક્ટર દીઠ સરેરાશ 140 કિલો યુરિયા, 150 કિલો ફોસ્ફેટ વાપરે છે. જેમાં જૈવિક ખાતર 25 ટકા ઘટાડો કરી શકે તેમ છે. પર્યાવરણ બચાવે અને સજીવ ખેતી કરી આપે છે. વળી એક હેક્ટર દીઠ ખેડૂતો રૂ.2000થી 3000નું રાસાયણિક ખાતર વાપરે છે. તેમાં ઘટાડો કરીને 10 ટકા ઉત્પાદન વધારી આપે છે.
મોટી શોધ કરનારા વિજ્ઞાનીઓનું સન્માન
આ શોધ કરનારા વિજ્ઞાનીઓ ડો.આર.વી.વ્યાસ, એચ.એન.શેલતનું સન્માન ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું. એટલી મોટી શોધ તે હતી. પેટન્ટ મેળવેલી છે.
પ્રવાહી જૈવિક ખાતર એક કિલો બિયારણને 3થી 5 મી.લી.ને પાણીમાં નાંખી પટ, ધરૂને માવજત એજ રીતે આપી શકાય છે, ચાસમાં નાંખી, ટપક કે ફૂવારા સિંચાઈ પધ્દ્રતિ દ્વારા વાપરી શકાય છે.
અઝોટોબેક્ટર તેમજ ફોસ્ફેટ કલ્ચર ધાન્ય, શાકભાજી, ફળફૂલ, બાગાયતી પાક, શેરડી, કપાસ, ધાસચારા જેવા તમામ પાકોમાં વારવામાં આવે છે.