કોરોના વાઇરસની મહામારીમાં સાચા રાષ્ટ્રરક્ષક કોને કહેવાય તેનો એક કિસ્સો રાજકોટમાં જોવા મળ્યો છે. મહિલા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા નસરીન જુનૈદ બેલીમની અડગતા હિમાલય જેવી છે. હાલ 6 માસના ગર્ભ સાથે તેઓ લોકડાઉનની પરિસ્થિતિમાં ફરજ બજાવવા પહોંચી જાય છે. જેને કારણે ચિંતિત બનેલો તેનો પરિવાર પણ તેમને તેને કહી રહ્યો છે કે રજા લઇ લે. પરંતુ નસરીન કહે છે કે, રજા નહીં મારી ફરજ પહેલા.
રાજકોટની મહિલા કોરોના વોરિયર.મહિલા કોરોના વોરિયર નસરીન લોકડાઉન વચ્ચે કરી રહી છે કામ. કોરોના ના કહેર વચ્ચે પણ નિભાવે છે પોતાની ફરજ.નસરીએ જણાવ્યું હતું કે ગત 19મી માર્ચના રોજ રાજકોટમાં પ્રથમ કોરોના વાયરસ નો પોઝિટિવ કેસ નોંધાયો હતો. શહેરમાં પોઝિટિવ કેસ નોંધાતા મારા પરિવારજનો પણ ખૂબ ચિંતામાં મુકાયા હતા. તો સાથે જ તેઓના મનમાં પણ એક ડર સતાવતો હતો કે ક્યાંક મને પણ બહાર નીકળતા કોરોનાવાયરસ નો ચેપ લાગી જાય. તો સાથે જ જો મને ચેપ લાગશે તો મારા ગર્ભમાં રહેલ બાળક નું શું થશે. ત્યારે મારા પરિવારજનોએ પણ મને કહ્યું હતું કે તું રજા પર ઊતરી જા તેમજ જો પોલીસ ખાતા દ્વારા રજા ન આપવામાં આવે તો કપાત પગાર ની પણ તું રજા મૂકી દે પરંતુ મેં મારા પરિવારજનોને કહ્યું હતું કે મારા માટે ફરજ પહેલા અને મારી જાત બાદમાં.
SATAY DAY ન્યુઝ સલામ કરે છે આવી કોરોના વોરિયરને… ધન્ય છે એ માતા ને જેમણ નસરીન જેવી દીકરીને જન્મ આપ્યો છે. તો સાથોસાથ નસરીન આવનારું બાળક પણ તેની માતા પર ગર્વ કરશે કે કઈ પરિસ્થિતિમાં પણ તેની માતાએ પોતાની ફરજને પહેલું પ્રાધાન્ય આપ્યું હતું