ગુજરાત માં કોરોના ના પોઝીટીવ દર્દીઓ વધી રહ્યા છે ત્યારે રાજકોટ ની વાત કરવામાં આવે તો અહીં આજે 15 એપ્રિલે વહેલી સવારે ત્રણ પોઝિટિવ કેસ આવતા તંત્ર એક્શન માં આવી ગયું છે પોઝીટીવ કેસ આવનાર વિસ્તાર બીજો કોઇનહીંપરંતુ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલો હોટસ્પોટ વિસ્તાર એવો જંગલેશ્વર છે. ત્રણ કેસ પૈકી બે કેસ હાલ તંત્ર દ્વારા જે વિસ્તાર ને સીલ કરવામાં આવ્યો છે તેમાંથી નોંધાયા છે. જ્યારે અન્ય એક કેસ જંગલેશ્વર વિસ્તારનો પ્રથમ કેસ નોંધાયો હતો ત્યાંથી નોંધાયો છે. ત્રણમાંથીએક તો માત્ર 11 દિવસની બાળકીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે અન્ય બેમાં 47 વર્ષના પુરૂષ અને 37 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે.
જો કે બાળકીના માતા-પિતાના રિપોર્ટ નેગેટિવ હોવાનું જાણવા મળ્યું હતું.રાજકોટમાં કોરોના પોઝિટિવની સંખ્યા 21 થઇ છે. ત્યારેજંગલેશ્વર વિસ્તારમાં સૌથી વધુ 11 કેસ કોરોનાના નોંધાયા છે. જંગલેશ્વર વિસ્તાર હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો છે. જંગલેશ્વરની 16 શેરીઓ તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે. આ શેરીઓને પતરા આડા મુકી લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.આમ રાજકોટ માં ત્રણ દિવસ ના વિરામ બાદ ફરી આજે ત્રણ કેસ નોંધાતા તંત્ર હરકત માં આવી ગયું છે.
