ગુડ ફ્રાઇડે એટલે કે જ્યારે ઈસુ ખ્રિસ્તે પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિઃસ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. ઈસાઈ ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તને જે દિવસે શૂળી પર ચઢાવવામાં આવ્યાં અને તેમણે પ્રાણનો ત્યાગ કર્યો હતો, બાઇબલ પ્રમાણે, તે દિવસ શુક્રવાર એટલે ફ્રાઇડે હતો. એટલે જ, આ દિવસને ગુડ ફ્રાઇડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુડ ફ્રાઇડે 10 એપ્રિલ એટલે આજે છે અને બે દિવસ બાદ રવિવાર 12 એપ્રિલે ઈસ્ટર ઉજવવામાં આવશે. કોરોનાના લીધે ચર્ચમાં લોકો દ્વારા પ્રેયર કરવા માટે નહીં જય શકાઈ અને ઘરે થી બધા ખ્રિસ્તી પોતાના અને આ દેશ માં ચાલી રહેલી કોરોના ની મહામારી ને દૂર કરવા માટે પ્રાર્થના કરશે. ઈસુ ખ્રિસ્તે છેલ્લાં ભોજન સમયે પોતાના શિષ્યોને આજ્ઞા આપી હતી કે, જેમ મેં તમને પ્રેમ કર્યો છે, તેવી જ રીતે તમે એકબીજાને પ્રેમ કરો. જો તમે એકબીજા સાથે પ્રેમ રાખશો તો તમે મારા શિષ્યો છો તેવું બધા જ જાણશે. નિર્દોષ હોવા છતાં જ્યારે તેમને ક્રોસ પર લટકાવીને મારી નાખવામાં આવ્યાં, ત્યારે તેમણે સજા આપનાર વ્યક્તિને કંઇ જ કહ્યું નહીં. તેમણે પ્રાર્થના કરતાં જણાવ્યું કે, ઈશ્વર આ લોકોને માફ કર, તેઓ શું કરી રહ્યા છે તેના વિશે તેમને ખ્યાલ નથી. બાલ્ટિમોર કૈટિશિઝમ પ્રમાણે, ગુડ ફ્રાઇડેને ગુડ એટલાં માટે કહેવામાં આવે છે કેમ કે, ઈસુ ખ્રિસ્તે પોતાના મૃત્યુ બાદ ફરી જીવન ધારણ કર્યું અને સંદેશ આપ્યો કે, માનવ હું હંમેશાં તમારી સાથે છું અને તમારી ભલાઈ કરવી મારો ઉદેશ્ય છે. અહીં ગુડનો અર્થ હોલી (અંગ્રેજી શબ્દ) એટલે પવિત્ર છે. એટલે જ આ દિવસને ગુડ ફ્રાઇડે, હોલી ફ્રાઇડે, બ્લેક ફ્રાઇડે અથવા ગ્રેટ ફ્રાઇડે પણ કહેવામાં આવે છે.