નવી દિલ્લી તા.7 : ટેલિકોમ કંપની ની અંતર્ગત પ્રતિસ્પર્ધા ના કારણે ગ્રાહકો ને મોટો ફાયદો જોવા મળશે.રિલાયન્સ જીઓ ના ટેરિફ પ્લાન ની સામે ટક્કર લેવા માટે હવે ભારતી એરટેલ એ ઘણો આકર્ષક મોબાઈલ ડેટા પ્લાન ગ્રાહક રજુ કર્યું છે.આના પેહલા માત્ર 345 રૂપિયા માં 28 જીબી ડેટા ની સાથે ફ્રી કોલિંગ અને એસટીડી કોલ્સ નો પણ ફાયદો મળશે.
જાણો પ્લાન ની સમગ્ર ડીટેલ.
એરટેલ ના આ નવા 345 રૂપિયા પ્લાન પ્રમાણે,મોબાઈલ ધારક દિવસ દરમિયાન 500 એમબી ડેટા અને રાત્રે 500 એમબી ડેટા વાપરી કરી શકશે.તેની સાથેજ જે પણ ગ્રાહક દિવસ દરમિયાન 1 જીબી ડેટા વાપરવા ઈચ્છે છે તેમની માટે 549 રૂપિયા નો પ્લાન કંપની દ્વારા રજુ કરવામાં આવ્યો છે.આ પ્લાન હેઠળ 28 દિવસ માં 28 જીબી ડેટા ગ્રાહક ને આપવામાં આવશે.જે પણ ગ્રાહક 31 માર્ચ પેહલા રૂ.345 અને રૂ.549 વાળો પ્લાન ખરીદે છે તેને આ પ્લાન નો ફાયદો સમગ્ર વર્ષ દરમિયાન મળતો રહેશે.
રૂ.549 વાળા પ્લાન માં એક અઠવાડિયા માં ગ્રાહક 1200 મિનિટ સુધી નો ફરી કોલિંગ કરી સક્સે.તેના બાદ 30 પૈસા મિનિટ ના દરે લોકલ અને એસટીડી કોલ્સ ના ચાર્જ વશુલ માં આવશે.
તેની સાથે જ એરટેલ તેના પોસ્ટપેઈડ ગ્રાહકો માટે પણ કેટલીક પ્રમોશનલ સ્કીમ આપી રહ્યું છે,જેમાં કંપની 31 માર્ચ થી પોતાના પોસ્ટપેઈડ ગ્રાહકો ને મફત માં ડેટા આપશે.હાલ કંપની તેના પોસ્ટપેઈડ ગ્રાહકો ને કેટલા ડેટા અપાશે તેની કોઈ સત્તવાર રીતે જાહેરાત કરી નથી.પરંતુ એક માહિતી અનુસાર એરટેલ ના વપરાશ કર્તા એપ સ્ટોર માં જઈ ને માય એરટેલ એપ માંથી જાણકારી મેળવી સક્સે કે તેમને કેટલો ડેટા મફત માં મળશે.