નવી દિલ્હી તા.7 : વધુ એક આર્મી જવાનનો વીડિયો વાયરલ થયો છે. આર્મીના જવાન સિંધવ જોગીદાસે ખરાબ ક્વોલિટીના ખાવાની ફરિયાદ કરી છે. તેના જણાવ્યા મુજબ, ઘણા બધા યૂનિટોમાં ખાવાનું આપવામાં આવે છે માત્ર જીવતા રાખવા માટે. સૌથી સસ્તું શાક, સૌથી સસ્તા ફળ, સૌથી ખરાબ ખાવાનું આપવામાં આવે છે. જોગીદાસે એમ પણ કહ્યું કે, કેટલાક અધિકારીઓ જવાનોને ગુલામ જ સમજે છે. આ પહેલા બીએસએફના જવાન તેજબહાદુર યાદવે પણ ખરાબ ખાવાની ફરિયાદ કરી હતી.
જોગીદાસે એક વીડિયોમાં આરોપ લગાવ્યો છે, જવાનોને બધું મજબૂરીમાં કરવું પડે છે. જે મોં ખોલે છે, તે માર્યો જાય છે.જોગીદાસ મુજબ, તેને રજા પૂરી થવાના બે દિવસ બાદ ડ્યૂટી જોઈન કરવા પર સહાયકનું કામ કરવાની સજા આપવામાં આવી. જ્યારે સજા માનવાનો ઈન્કાર કર્યો તો સાત દિવસે સેનાની હિરાસતમાં મોકલી દેવામાં આવ્યો.જોગીદાસે કહ્યું, આર્મીના વોટ્સઅપ હેલ્પલાઈન નંબર ઉપર પણ ફરિયાદ કરી પરંતુ કોઈ જવાબ ન આવ્યો.
જોગીદાસને દાવો છે કે તે પીએમઓ, રક્ષા મંત્રી અને આર્મી ચીફ બિપિન રાવત સુધી પણ પોતાની વાત પહોંચાડી ચૂક્યો છે પરંતુ પરિણામ નહોતું મળ્યું.
પીએમઓને પત્ર લખવાને લઈને તેની સામે પણ તપાસ નિમવામાં આવી.