કોરોના ની હાડમારી માં ખડેપગે સેવા બજાવતા પોલીસ કર્મચારીઓ હાલ લોકડાઉન નો અમલ કરાવી રહ્યા છે ત્યારે સમગ્ર પોલીસ ખાતા નું નામ રોશન કરતો કિસ્સો રાજકોટ માં સામે આવ્યો છે.
કોરોના વાઇરસની મહામારી માં પણ મહિલા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા નસરીન જુનૈદ બેલીમ હાલ 6 માસના ગર્ભ સાથે તેઓ લોકડાઉનની પરિસ્થિતિમાં ફરજ બજાવી રહ્યા છે. જેને કારણે ચિંતિત બનેલો તેમનો પરિવાર પણ તેમને રજા લેવા સમજાવી રહ્યો છે પરંતુ નસરીન નું કહેવું છેકે જ્યારે દેશ ને પોતાની જરૂરી છે ત્યારે ફરજ પહેલા જરૂરી છે આમ તેઓ સાચા રાષ્ટ્રરક્ષકની જેમ પ્રેગ્નન્ટ હોવાછતાં પણ ફરજ ચૂકતા નથી અને પોલીસ હોવાથી ફરજ બજાવતા રહેશે.
