ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે વધતું જાય છે . છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ ના નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, શુક્રવારે રાજકોટમાં કોરોના વાયરસના વધુ 3 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવની સંખ્યા 47 થઇ ગઇ છે.
રાજકોટમાં કોરોના વાયરસના વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં 37 વર્ષના પુરૂષ છે તે ચાઇનાથી આવ્યા હતા. જ્યારે 39 વર્ષના પુરૂષને સ્થાનિક સંક્રમણ તેમજ 33 વર્ષના મહિલાને પણ સ્થાનિક સંક્રમણથી ચેપ લાગ્યો હતો. રાજકોટના 11 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જેમાંથી 3ના પોઝિટિવ કેસ આવ્યા છે. આ સાથે જ રાજકોટમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 8 થઇ ગઇ છે.