હાલમાં કોરોના (Corona) વાયરસને પગલે લોકડાઉન (Lockdown) થયા પછી લોકો ઘરે બેઠા કંઈક ને કંઈક પ્રવૃત્તિ વધારી રહ્યા છે. Social Media નો ઉપયોગ પણ વધી રહ્યો છે ત્યારે હાલમાં ઘણાં બધા સોશ્યલ મીડિયામાં અને વોટસએપ યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે કે ગૃહમંત્રી અમિત શાહ ને હાલ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ દાવા સાથે યુઝર્સ એક ટીવી ન્યૂઝ ચેનલની બ્રેકિંગ પ્લેટનો ફોટો પણ શેર કરી રહ્યા છે. આ બ્રેકિંગ પ્લેટ પર લખ્યું છે કે “ગૃહમંત્રી અમિત શાહ કોરોનાના સકંજામાં. ગત અઠવાડિયે ઈટાલીથી પરત આવ્યા હતા. પાછા આવ્યા પછી કોઈ તપાસ ના કરાવવાને કારણે સંક્રમણ વધારે ફેલાયું છે.”
ગૃહમંત્રી અમિતશાહ Covid-19 કોરોનાથી સંક્રમિત નથી. તેઓ 25 માર્ચ 2020 ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકનો ફોટો ટ્વીટ કર્યો છે. આ ફોટામાં તેઓ નરેન્દ્રમોદીની બાજુવાળી ખુરશી પર બેઠેલા દેખાઈ રહ્યા છે. આ તસવીર પણ સોશ્યલ મિડિયામાં વાયરલ થઈ હતી. કારણ કે એમાં કેબિનટના તમામ મંત્રીઓ કોરોના વાયરસને પગલે ચોક્કસ અંતર રાખવાના નિયમનું પાલન કરતાં દૂર બેઠા હતા. અમિતશાહે આ તસવીર પોસ્ટ કરતાં લખ્યું છે કે સોશ્યલ ડિસ્ટન્સ રાખવાનો સમયની જરૂરિયાત છે. હું તેનું પાલન કરી રહ્યો છું. શું તમે પાલન કરી રહ્યા છો? શાહે એ તસવીરમાં #IndiaFightsCorona એવું પણ લખ્યુ છે.
અમિતશાહે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઈટલીની કોઈ યાત્રા કરી નથી. પરંતુ જે ગ્રાફિક કાર્ડ શેર કરાઈ અમિતશાહને કોરોના સંક્રમિત બતાવાઈ રહ્યા છે તે ખરેખર ‘Break Your Own News’ નામની વેબસાઈટ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ વેબસાઈટ પર કોઈપણ પોતાની પસંદગીની બ્રેકિંગ ન્યૂઝ લખી શકે છે. વેબસાઈટ પર યુઝર્સ માટે જુદા જુદા ટેમ્પલેટ પણ તૈયાર હોય છે. આ ગ્રાફિક્સ કાર્ડમાં ફેક ન્યૂજ ફેલાવનારે આજતક ચેનલના લોગોનો ઉપયોગ કર્યો છે અને તેમાં અમિતશાહનો ફોટો અપલોડ કર્યો છે. ગૃહમંત્રી અમિતશાહને કોરોના સંક્રમિત બતાવતો ટેલિવિઝન ચેનલનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવી રહ્યો છે તે ખરેખર ખોટો છે.