ચૈત્ર મહિનાની નવરાત્રિ શરૂ થઇ રહી છે. દુર્ગા પૂજાના આ પર્વમાં એકપણ તિથિ ક્ષય થતી નથી. આ પર્વ 2 એપ્રિલ, ગુરૂવાર સુધી ચાલશે. નવરાત્રિમાં કરવામાં આવતી દેવી પૂજાથી મોટી-મોટી પરેશાનીઓ પણ દૂર થઇ શકે છે. આ દિવસોમાં દુર્ગા સપ્તશતીનો અને દેવીના અન્ય મંત્રના જાપ કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ મંત્રની ખૂબ જ જલ્દી પોઝિટિવ અસર થાય છે. આ મંત્રોચ્ચારમાં કોઇપણ ભૂલ થવી જોઇએ નહીં. મંત્રોનું ઉચ્ચારણ યોગ્ય થવું જોઇએ. સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. અધાર્મિક કાર્યો કરવાથી બચવું જોઇએ. આ મંત્રોનો જાપ કોઇ બ્રાહ્મણની મદદથી કરાવી શકો છો. નવરાત્રિમાં રોજ સવારે જલ્દી જાગવું. સ્નાન કરીને ઘરના મંદિરમાં ગણેશજી અને માતા દુર્ગાની પૂજા કરો. પૂજામાં દેવી માતાને સ્નાન કરાવડાવવું, વસ્ત્ર અર્પણ કરો. ફૂલ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો, ત્યાર બાદ આસન ઉપર બેસીને મંત્રનો જાપ કરો. મંત્ર જાપ માટે લાલ ચંદનના મોતી, રૂદ્રાક્ષ કે સ્ફટિકની માળાનો ઉપયોગ કરી શકો છો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઇએ.
ऊं ह्रीं दुं दुर्गायै नम:
આ મંત્રનો જાપ કરવાથી બધી જ બાધાઓથી મુક્તિ મળી શકે છે.
सर्वमंगल मांगल्ये शिवे सवार्थ साधिके, शरंयेत्र्यंबके गौरी नारायणी नमोस्तुते।
આ મંત્ર કરવાથી દેવી માતા પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે.
ऊँ जयंती मंगला काली भद्रकाली कपालिनी। दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।।
આ મંત્રના જાપથી મોટી-મોટી સમસ્યાઓ પણ દૂર થઇ શકે છે.
ऊँ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै।
આ મંત્રનો જાપ ચામુંડા માતાની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે.