બોગસ ઈલેકશન કાર્ડ બનાવવાનું મોટું કૌભાંડ થોડા સમય અગાઉ રાજકોટમાંથી બહાર આવ્યા બાદ તેની અસર સમગ્ર દેશ પર પડી રહી છે. રાજકોટ જેવી ઘટના દેશના અન્ય કોઈ ભાગોમાં ન બને તે માટે રાષ્ટ્રીય ચૂંટણીપંચના આદેશથી સોફટવેર અપગ્રેડેશનની અને સિકયુરિટી મેજર્સને લગતાં 11 જેટલા નવા ફિચર્સ ઉમેરવાની કામગીરીનો ધમધમાટ શ થઈ ગયો છે અને તેના કારણે સમગ્ર દેશમાં 6 દિવસ માટે ચૂંટણીકાર્ડ કાઢી આપવા સંબંધની તમામ પ્રકારની કામગીરી બંધ રહેશે.
રાજકોટની નવકાર એજન્સીમાંથી બોગસ ચૂંટણીકાર્ડનો મોટો જથ્થો મળી આવ્યા બાદ આ કૌભાંડથી રાષ્ટ્રીય ચૂંટણીપંચ ચોંકી ઉઠયું હતું. તપાસ દરમિયાન સિકયુરિટી મેજર્સમાં અનેક ખામીઓ નજરે ચડી હતી અને તેનો તલસ્પર્શી અભ્યાસ કરીને રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ ચૂંટણીપંચને આ અંગેનો એક અહેવાલ મોકલ્યો હતો.
રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તન રાજકોટ કે દેશના અન્ય કોઈ ભાગમાં ભવિષ્યમાં ન થાય તે માટે સિકયુરિટી મેજર્સ કડક બનાવવાની ભલામણ રાજકોટના કલેકટર ડો.વિક્રાંત પાંડેએ પોતાના અહેવાલમાં કરી હતી. આ અહેવાલોનો મહદ્અંશે સ્વીકાર થયો છે. એટલું જ નહીં રાષ્ટ્રીય ચૂંટણીપંચે તેમાં વધારાની નવી બાબતો ઉમેરીને ફુલપ્રુફ સોફટવેર તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.
સોફટવેર અપગ્રેડેશનની કામગીરી ચાલુ હોય તેથી ચૂંટણીકાર્ડની તમામ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે રજાના ત્રણ દિવસ અને ચાલુ કામકાજના ત્રણ દિવસ પસંદ કરાયા છે. ગુરુવારથી ચૂંટણીકાર્ડની કામગીરી નવેસરથી શરૂ કરી દેવામાં આવશે પરંતુ હવે તેમાં કોઈ ગરબડ ગોટાળાને કોઈ સ્થાન નહીં રહે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
અહીં ખાસ નોંધનીય છે કે ડૉ . વિક્રાંત પાંડે 2014ના લોકસભા ચૂંટણીમાં ખુબ મોટી સંખ્યામાં પોસ્ટકાર્ડ ચૂંટણી માટે લખી લિમ્કા બુક માં વલ્ડ રેકોર્ડ માં વલસાડ જિલ્લા ને ઝળહળતું સ્થાન અમાવ્યું હતું . તે સમયથી જ ચૂંટણી પંચ અને ચૂંટણી કાર્ડ વગેરેની કામગીરી ઝીણવટ ભરી કરતા તેમણે બોગસ ચૂંટણી કાર્ડ રોકી શકાય તે પ્રકારની સિસ્ટમ ડેવલોપ કરવાની તજવીજ સારું કરી હતી ….