હાઈપ્રોફાઈલ એવી મુંબઈ મહાનગર પાલિકા એટલે કે બીએમસીનું ભારતની તમામ મહાનગર પાલિકાઓમાં વિશેષ મહત્વ છે. બીએમસીની મલાઈ ખાટવા રાજકીય પક્ષો પોતાની તમામ તાકાત લગાવી દેતા હોય છે. બીએમસીમાં કુલ 227 બેઠકો છે. સત્તા માટે 114 બેઠકોની જરૂર પડે. અહીં છેલ્લા 20 વર્ષથી શિવસેનાનો કબજો છે. અત્યાર સુધી તો શિવસેના ભાજપ સાથે મળીને સંયુક્ત રૂપે સરકાર ચલાવી રહી હતી. પરંતુ આ વખતે ભાજપ-શિવસેના વચ્ચે મનતાણ ઉભી થઈ હોવાથી બંને સંયુક્ત રીતે ચુંટણી લડ્યાં.
21 ફેબ્રુઆરીએ યોજાયેલી ચુંટણીના આજે પરિણામો જાહેર થઈ રહ્યાં છે. જેમાં શિવસેના અને ભાજપ વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે. શિવસેનાને લગભગ 85 જેટલી બેઠકો મળે તેવી શક્યતા છે. પરંતુ બહુમતથી ઘણું છેટુ રહી જાય તેમ છે. કંઈક આવી જ સ્થિતિ ભાજપ માટે પણ છે. આ પરિસ્થિતિમાં જો શિવસેના કે ભાજપે ફરીથી સત્તા ટકાવી રાખવી હોય તો કોઈના સહારા વગર શક્ય બને તેમ નથી. શિવસેના પહેલા તો ભાજપ બીજા નંબરે છે. પરિણામોમાં બંન્ને પાર્ટીઓમાં કાંટે કિ ટક્કર જેવી સ્થિતિ છે, તેમ છતાં બંને વચ્ચે મતભેદો સમવાનું નામ નથી લઈ રહ્યાં. ચુંટણી પરિણામો વચ્ચે જ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે અમે ભાજપનું સમર્થન નહીં લઈએ. તો સામે ભાજપના નેતા પ્રેમ શુક્લાએ પણ રોકડું ચોપડાવી દીધું છે કે અમે કેન્દ્ર અને રાજ્યમાં સત્તામાં ભાગીદાર છીએ. પણ બીએમસીમાં સમર્થન આપવા અમે પણ કંઈ તલપાપડ નથી. તો હવે સલાવ એ છે કે સત્તાની ખુરશી સુધી પહોંચવા બંને રાજકીય પક્ષો પાસે હવે ક્યા કયા વિકલ્પ બચે છે.
તો હવે આ છે વિકલ્પ
- વિકલ્પ 1
બીએમસીમાં સત્તા ટકાવી રાખવા શિવસેના માટે પાસે સૌથી આસાન વિકલ્પ છે તેનો જુનો સાથીદાર ભાજપ. જેની સાથે તે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં મળીને સરકાર ચલાવી રહી છે. પરંતુ આ માટે શિવસેનાએ તાજેતરમાં કરેલા આક્રમક નિવેદનો અને આક્ષેપો ગળી જવા પડે. કારણ કે શિવસેના પાસે આ જ એક સૌથી સરળ અને સીધો રસ્તો છે. તો સામે ભાજપ પાસે પણ આ જ રસ્તો છે.
- વિકલ્પ 2
શિવસેનાએ પોતાની ધૂરવિરોધી એવી કોંગ્રેસનું પલ્લુ પલડવું પડે. કોંગ્રેસ ત્રીજા ક્રમે છે. જો શિવસેના કોંગ્રેસનો સાથ લે તો શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી પણ શિવસેના સાથે આવે તેવી શક્યતા વધી જાય. જો આમ થાય તો શિવસેના+કોંગ્રેસ+એનસીપીનું ગઠબંધન રચાય અને 114નો આંક આસાનીથી પાર કરી લે. ભાજપની વાત કરીએ તો તે કોંગ્રેસને સાથે લઈ શકે. અથવા અન્ય નાના પક્ષોને અને એનસીપી બહારથી સમર્થન આપે એવા બેવડા ગણીતનો ખેલ પાડે. જો કે આ શક્યતા ઓછી છે, પરંતુ ભારતીય રાજનીતિમાં કંઈ અશક્ય પણ નથી.
- વિકલ્પ 3
એમએનએસ-અપક્ષનો સાથ. ત્રીજા વિકલ્પ તરીકે શિવસેના પોતાનામાંથી જ અલગ પડેલા રાજકીય પક્ષ મહારાષ્ટૃ નવનિર્માણ સેના અને નાના મોટા અપક્ષ પાક્ષોને સાથે લઈ શકે. જો આમ થાય તો શંભુમેળાની બીએમસી બને.