અમદાવાદ
ટાટા નેનો પ્લાન્ટને તાળાબંધી કરવા ગયેલા OBC નેતા અલ્પેશ ઠાકોરની અટકાયત કરાઇ હતી. અમદાવાદ હેડ ક્વાર્ટસ લવાતાં અલ્પેશ ઠાકોરે અહીં વધુ એક પડકાર ફેંકતાં આગામી 8મીએ ગુજરાત આવી રહેલા PM નો રસ્તો રોકવાની જાહેરાત કરી હતી.
સાણંદ સ્થિત ટાટા નેનો પ્લાન્ટને તાળાબંધી કરવાની જાહેરાતથી પોલીસે અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાના કાર્યકરોની અટકાયત કરી હતી. જોકે બાદમાં પોલીસે દોઢેક કલાક બાદ મુક્ત કર્યા હતા.