ગેરકાયદે ખનન કરીને તગડા બનેલા નફફટો સામે તવાઇ
અધિનિયમ ૧૯૫૭ ની કલમ ૨૩ સી હેઠળ ગુજરાત ખનીજ (ગેરકાયદે ખનન અને પરિવહન તેમજ સંગ્રહ) નિયમો ૨૦૧૬ નો મુસદો તૈયાર ઉચ્ચસ્તરેથી અપાયેલી નોટીશથી દોડધામ ગુજરાતમાં ખાણ ખનીજ વિભાગમાં ઉઠેલી ભ્રષ્ટાચારની ગંભીર ફરીયાદો વચ્ચે સફાળા જાગેલા સબંધિત વિભાગ દ્વારા ઉચ્ચસ્તરેથી ગેરરીતી બંધ કરવા માટે નવો મુસદો તૈયાર કરીને કડકાઇ હાથધરી નોટીશ પાઠવતાં સબંધિત ભ્રષ્ટાચારીઓમાં દોડધામ મચી ગઇ છે અને રોકડી કરીને રાતોરાત કરોડપતિ બની જનારા દોડતા થઇ ગયા છે.
વિગતો મુજબ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે ખનીજના ગેરકાયદે ખનન પરીવહન તથા સંગ્રહને અટકાવવા સબંધિ ખાણ અને ખનીજ (ઉત્પાદન અને નિયમન) અધિનિયમ, ૧૯૫૭ ની કલમ ૨૩મી હેઠળ ગુજરાત ખનીજ (ગેરકાયદે ખનન અને પરિવહન તથા સંગ્રહ) નિયમો ૨૦૧૬ નો મુસદો તૈયાર કર્યો છે આ નિયમોનો મુસદો ઉદ્યોગ અને ખાણવિભાગ અને કમિશનર ઓફ જીઓલોજી અને માઇનીંગની વેબસાઇટ ઉપર મુકીને જાહેર જનતા, ખાણ ઉદ્યોગ હિત ધરાવનાર, ઉદ્યોગોના મંડળ, તેમજ અન્ય વ્યક્તિઓ તથા સબંધિત એકમો પાસેથી ૨૮મી ઓકટોબર સુધી સૂચનો પણ મંગાવાયા હતા. એટલું જ નહીં પરંતુ એક જાહેરનામું બહાર પાડી તેના કેટલાક નિયમો અંગે લોકોને તેમજ સબંધિતોને અવગત કરાયા છે. ગુજરાત સરકારના ખાણ અને ખનીજ વિભાગ દ્વારા નવા અમલમાં આવનારા નિયમોના કડક અમલ અંગે તમામને જણાવી દેવાયુ છે આ નિયમોના તાત્કાલીક અમલ માટે તંત્ર સાબદુ બની ગયુ છે નવા અમલવાર માટે શરૂ થયેલા નિયમોનું લીસ્ટ લાવું છે પરંતુ તેમાં અત્યારે સૌથી મોટા પડકાર એવા પર્યાવરણનો મામલો કેન્દ્ર સ્થાને રાખીને વાત કરીએ તો તેના એક નિયમ માં (વી) ટકાઉ ખાણકામ એટલે ખાણમાં ખોદકામ એવી રીતે કરવાનું કે જે નિયમ મુજબનું હોય અને પરવાનામાં જણાવેલી શરતો મુજબનું હોય એટલું જ નહી પરિસ્થિતિ વિજ્ઞાન-ઇકોલોજી તેમજ પર્યાવરણને નુકશાનકર્તા ન હોય તે રીતે કામગીરી કરવાની રહેતી હોય છે ત્યારે ચીખલી પંથકમાં ચાલતા કવોરી ઉદ્યોગ સામે ઉઠેલી ફરીયાદો મામલે આ અંગે પણ તપાસની કામગીરી શરૂ થાય તેવી લોકમાંગણી ઉઠી રહી છે. અને તપાસના ધમધમાટ સાથે લોકોમાં તંત્ર પ્રત્યે વિશ્વાસ ઉભો થાય તેવું જણાઇ રહ્યું છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.