બુધવાર, 25 માર્ચથી દેવી દુર્ગાનો મહાપર્વ ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ રહ્યો છે. ઋતુ પરિવર્તનના સમયગાળામાં આ પર્વ આવે છે. આ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની વિશેષ પૂજા કરવામાં આવે છે. એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. જેમાં બે ગુપ્ત નવરાત્રિ અને 2 સામાન્ય નવરાત્રિ રહે છે. ચૈત્ર અને આસો મહિનાન નવરાત્રિ સામાન્ય નવરાત્રિ હોય છે. જ્યારે મહા અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ હોય છે. આ દિવસોમાં દેવી સાધના ગુપ્ત રીતે કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિમાં ગરમીનો પ્રભાવ સંપૂર્ણ રીતે શરૂ થઇ જાય છે તેને ઠંડી અને ગરમીનો સંધિકાળ કહેવામાં આવે છે. આ સમયે મોસમી બિમારીઓ થવાની સંભાવના ખૂબ વધી જાય છે. જેના કારણે નવરાત્રિમાં વ્રત રાખવાની પરંપરા છે, જેથી ખાનપાનમાં કોઇપણ પ્રકારની બેદરકારી થાય નહીં. આ દિવસોમાં ફળાહાર કરવાનું મહત્ત્વ છે. ફળના રસનું સેવન કરવામાં આવે છે. જે આપણાં શરીર માટે લાભદાયી રહે છે. ચૈત્ર નવરાત્રિને સ્વાસ્થ્ય નવરાત્રિના નામથી પણ ઓળખવામાં આવે છે. થોડાં લોકો આ દિવસોમાં લીમડાના પાનનું સેવન પણ કરે છે.
દેવી મંત્ર– या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।