રાજકોટ માં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર એક્શન મોડ પર આવી ગયું છે અહીં ના અધિક કલેકટર પરિમલ પંડ્યા દ્વારા જિલ્લામાં કલમ 144 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 37 (૪) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોરોના વાઇરસ અંગે કોઈપણ પ્રકારની અફવા સોશિયલ મીડિયાના માધ્યમથી કે અન્ય કોઈ માધ્યમથી ફેલાવતા ઝડપાશે તો તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં પરવાનગી વગરના તમામ સભા સરઘસના કાર્યક્રમો યોજવા પર પાબંધી લગાવાઇ છે. મોટી સંખ્યામાં લોકોને એકઠા થવા પર પણ પાબંધી લાદવામાં આવી છે.
રાજકોટમાં તમામ બાગ બગીચા અને બાલ ક્રિડાંગણ બંધ કરાયા
કોરોના વાઇરસના સંક્રમણ સામેના સાવચેતીના પગલાં રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ બાગ બગીચા અને બાલ ક્રિડાંગણ બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. સાથોસાથ શહેરીજનોને પણ બાગ બગીચાઓમાં પ્રવેશ ન કરવા અપીલ કરવામાં આવી છે. રાજકોટ માં તકેદારીના તમામ પગલાં ભરાઈ રહ્યા છે અને લોકોમાં સાવચેતી રાખવા જણાવાયુ છે.
