દેશમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમણની ઝડપ ઘટી છે. રાજધાની દિલ્હીમાં મહત્તમ રાહતના સમાચાર છે જ્યાં છેલ્લા ચાર દિવસમાં ચેપ દર 50 ટકા સુધી નીચે આવ્યો છે.દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 12527 સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. આ બધાની વચ્ચે પાડોશી દેશ ચીનમાં ફરીથી કોરોનાએ ઉથલો લીધો છે સોમવારે ચીનમાં માર્ચ 2020 પછી ચેપના સૌથી વધુ કેસ સામે આવ્યા છે ચીનની રાજધાની બેઇજિંગમાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ શરૂ થવાની છે. આવી પરીસ્થિતિમાં બેઇજિંગમાં ઘણી કડકતા લેવામાં આવી રહી છે.ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના બે લાખ 38 હજાર 18 (2,38,018) નવા કેસ નોંધાયા છે અને 310 લોકોના મોત થઈ ચુક્યા છે તે દરમિયાન 1,57,421 લોકો સ્વસ્થ પણ થયા છે.
બીજીબાજુ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા એન ચંદ્રબાબુ નાયડુ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે તેમને પોતે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે તેમને જણાવ્યું હતું કે હું હળવા લક્ષણોથી કોરોના સંક્રમણ થયો છુંમુ પોતે જ હોમમાં ક્વોરન્ટાઈન થઈ ગયો છું અને જેટલું બની શકે તેટલું હું કાળજી રાખું છું જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓને હું વહેલી તકે પોતાનું પરીક્ષણ કરાવવા વિનંતી કરીશ. કૃપા કરીને સુરક્ષિત રહો અને પોતાજી સંભાળ રાખો દેશમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમણની ગતિ ઘટી છે. રાજધાની દિલ્હીમાં મહત્તમ રાહતના સમાચાર છે, જ્યાં છેલ્લા ચાર દિવસમાં ચેપ દર 50 ટકા સુધી નીચે આવ્યો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 12527 સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. આ બધાની વચ્ચે પાડોશી દેશ ચીનમાં કોરોનાએ જોર પકડ્યું છે.