Telecommunication Act:
નવો ટેલિકોમ કાયદો અમલમાં આવી ગયો છે. નવા નિયમો 26 જૂનથી લાગુ થશે. આ નવા ટેલિકોમ કાયદામાં ટેક્નોલોજીના વિકાસ પર ઘણો ભાર આપવામાં આવ્યો છે.
Telecommunication Act 2023: ટેલિકોમ સેક્ટરમાં મોટો ફેરફાર થયો છે. ‘ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023’ 26 જૂનથી દેશભરમાં લાગુ થઈ ગયો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ સંસદમાં આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ હવે ભારતનો કોઈ પણ નાગરિક જીવનભરમાં 9 થી વધુ સિમ કાર્ડ મેળવી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આનાથી વધુ સિમનો ઉપયોગ કરતો જોવા મળશે તો તેને 50 હજારથી 2 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આટલું જ નહીં, છેતરપિંડી કરીને કોઈના આઈડી પરથી સિમ મેળવવા માટે 3 વર્ષની સજા થશે. સાથે જ 50 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. નવા ટેલિકોમ કાયદા હેઠળ સરકાર જરૂર પડ્યે નેટવર્કને સસ્પેન્ડ કરી શકશે. તે તમારા સંદેશાને અટકાવવામાં પણ સક્ષમ હશે.
આ સિવાય જૂના કાયદામાં ઘણા ફેરફાર કરીને સરકારે ઘણી સત્તાઓ પોતાની પાસે રાખી છે. ઉદાહરણ તરીકે, કટોકટી દરમિયાન, સરકાર કોઈપણ ટેલિકોમ્યુનિકેશન સેવા અથવા નેટવર્કને નિયંત્રિત કરી શકે છે. આ સાથે સરકારની પરવાનગી બાદ ખાનગી મિલકતમાં પણ ટાવર લગાવવામાં આવશે.