Narmada Sugar Ranks Third : ગુજરાતમાં શેરડીના ભાવમાં નર્મદા સુગર ત્રીજા સ્થાને: બારડોલી પ્રથમ, કામરેજ બીજા ક્રમે; ખેડૂતોમાં આનંદની લહેર
Narmada Sugar Ranks Third : રાજપીપળા – નર્મદા સુગર ફેક્ટરીએ નવી પીલાણ સીઝન માટે શેરડીના ભાવ જાહેર કર્યા છે, જેમાં એક ટન માટે ₹3,455 ભાવ નક્કી કર્યો છે. આ સાથે, રાજ્યની સુગર ફેક્ટરીઓમાં નર્મદા સુગર ત્રીજા ક્રમે પહોંચ્યું છે.
રાજ્યની ટોચની ત્રણ સુગર મિલો:
બારડોલી સુગર: ₹3,502 પ્રતિ ટન
કામરેજ સુગર: ₹3,481 પ્રતિ ટન
નર્મદા સુગર: ₹3,455 પ્રતિ ટન
શેરડીના આ ઉંચા ભાવથી ભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. કેટલાક ખેડૂતોએ ફૂલહાર લઈને સુગર ફેક્ટરીમાં ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, એમડી નરેન્દ્રભાઈ પટેલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને શુભેચ્છા પાઠવી હતી.
અન્ય સુગર મિલોના ભાવ:
સાયણ સુગર: ₹3,416 પ્રતિ ટન
મઢી સુગર: ₹3,351 પ્રતિ ટન
મહુવા સુગર: ₹3,271 પ્રતિ ટન
ચલથાણ સુગર: ₹3,176 પ્રતિ ટન
ગણદેવી, પંડવાઈ, મરોલી, વડોદરા, વલસાડ, કાંઠા અને કપોર સુગર ફેક્ટરીઓએ હજી સુધી ભાવ જાહેર કર્યા નથી. ગત વર્ષની સરખામણીમાં નર્મદા સુગરે ઉંચા ભાવ જાહેર કરવાના કારણે સ્થાનિક ખેડૂતોમાં ઉત્સાહ છે.