SA vs AFG: દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગયું છે. દક્ષિણ આફ્રિકાએ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની આખી ટીમ માત્ર 56 રનમાં જ સિમિત રહી ગઈ હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 1 વિકેટ ગુમાવીને એકતરફી જીત હાંસલ કરી હતી. સાઉથ આફ્રિકા તરફથી રીઝા હેન્ડ્રિક્સ 29 રન બનાવીને અણનમ રહ્યા હતા અને એડન માર્કરામ 23 રન બનાવીને અણનમ રહ્યા હતા. ફઝલહક ફારૂકીને એકમાત્ર સફળતા મળી.
56 રનના નાના ટાર્ગેટનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાને 5 રનના સ્કોર પર પહેલો ફટકો લાગ્યો હતો. ક્વિન્ટન ડી કોકને ફઝલહક ફારૂકીએ પેવેલિયન મોકલ્યો હતો. ડી કોક 5 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રીઝા હેન્ડ્રિક્સના 29 રન અને એડન માર્કરામની 23 રનની અણનમ ઇનિંગે સાઉથ આફ્રિકાને એકતરફી જીત અપાવી હતી. હવે દક્ષિણ આફ્રિકાની ટીમ 29 જૂને ફાઈનલ રમશે.
અફઘાનિસ્તાનની બેટિંગ આવી હતી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ અફઘાનિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રહેમાનુલ્લા ગુરબાઝ ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. માર્કો જોન્સને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી ગુલબદ્દીન નાયબ પણ 9 રન બનાવી માર્કો જોન્સનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રબાડાએ ઈબ્રાહિમ ઝદરાનને આઉટ કર્યો હતો. ઈબ્રાહિમ ઝદરાને માત્ર 2 રન બનાવ્યા હતા. આ જ ઓવરમાં મોહમ્મદ નબીને પણ કાગિસો રબાડાએ આઉટ કર્યો હતો. નબી ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
નંગેલિયા ખારોટે પણ 2 રન બનાવીને વોકઆઉટ થયો હતો અને જોન્સન પણ તેનો શિકાર બન્યો હતો. અફઘાનિસ્તાને 28 રનના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી હતી. અઝમતુલ્લા ઉમરઝાઈ 10 રન બનાવીને આઉટ થયો હતો. એનરિક નોર્ટજે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. દક્ષિણ આફ્રિકાના બોલરોએ માત્ર 56 રનમાં જ અફઘાનિસ્તાનની આખી ટીમને બરબાદ કરી દીધી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી તબરેઝ શમ્સી અને માર્કો જોન્સને સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે કાગીસો રબાડા અને એનરિક નોર્ટજેને 2-2 સફળતા મળી હતી.