T20 World Cup: બાંગ્લાદેશને હરાવીને અફઘાનિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આ પ્રથમ વખત છે જ્યારે અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી છે. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 115 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશને જીતવા માટે 19 ઓવરમાં 114 રન બનાવવાના હતા, પરંતુ ટીમ 17.5 ઓવરમાં 105 રન સુધી જ સિમિત રહી અને અફઘાનિસ્તાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 8 રનથી મેચ જીતી લીધી. અફઘાનિસ્તાન ટીમની સાથે ચાહકો પણ આ જીતની ભારે ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે.
𝐊𝐡𝐨𝐬𝐭 𝐚𝐭 𝐢𝐭 𝐚𝐠𝐚𝐢𝐧! 🤩
They know how to celebrate #AfghanAtalan's heroics at the #T20WorldCup! 👏💪#AFGvAUS | #GloriousNationVictoriousTeam pic.twitter.com/SZQ0O1xt0Z
— Afghanistan Cricket Board (@ACBofficials) June 25, 2024
બાંગ્લાદેશ સામેની જીત બાદ અફઘાનિસ્તાનની શેરીઓમાં ઉજવણી
બાંગ્લાદેશને હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ ભારે ઉત્સાહ સાથે જીતની ઉજવણી કરી હતી. આ જીતની ઉજવણી અફઘાનિસ્તાનના રસ્તાઓ પર પણ જોવા મળી હતી. અફઘાનિસ્તાનના રસ્તાઓ પર મોટી સંખ્યામાં ચાહકો જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ત્યાં રંગબેરંગી રંગોથી હોળી પણ રમવામાં આવે છે. મેચ બાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાનમાં પણ ક્રિકેટનો ક્રેઝ ઘણો વધી ગયો છે. ત્યાંના ચાહકો તેમના ખેલાડીઓને જોરદાર સમર્થન આપે છે.
The madness in Afghanistan. 🤯🇦🇫 pic.twitter.com/MyYrAcFidr
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024
સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે થશે
તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024ની 4 સેમીફાઈનલની ટીમો નક્કી થઈ ગઈ છે. ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયા છે. ભારત હવે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. જ્યારે અફઘાનિસ્તાન આફ્રિકા સામે ટકરાશે. દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે સેમિફાઇનલ મેચ 27 મેના રોજ બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે શરૂ થશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ પણ 27મી મેના રોજ પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાશે.