Mobile Tariff Hike
Jio Mobile Tariff Hike: રિલાયન્સ જિયોએ પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્લાનના ટેરિફમાં વધારો કર્યો છે. ઉપરાંત, 2GB ડેટા સાથેના પ્લાન પર અમર્યાદિત 5G ડેટા ઉપલબ્ધ થશે.
Reliance Jio Increases Mobile Tariff: મોબાઈલ ટેરિફ મોંઘો થઈ ગયો છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની Reliance Jio Infocomm એ મોબાઈલ ટેરિફ વધારીને નવો ટેરિફ પ્લાન રજૂ કર્યો છે. Jioનો નવો ટેરિફ પ્લાન 3 જુલાઈ, 2024થી અમલમાં આવશે.
નવા ટેરિફ પ્લાન મુજબ પહેલા 28 દિવસની વેલિડિટીવાળા માસિક પ્લાન માટે 155 રૂપિયા ચૂકવવા પડતા હતા, હવે 189 રૂપિયા ચૂકવવા પડશે. 209 રૂપિયાના પ્લાન માટે તમારે 249 રૂપિયા ચૂકવવા પડશે, 239 રૂપિયાના પ્લાન માટે તમારે 299 રૂપિયા ચૂકવવા પડશે, 299 રૂપિયાના પ્લાન માટે તમારે 349 રૂપિયા ચૂકવવા પડશે. 28-દિવસના 349 રૂપિયાના પ્લાન કે જેના પર દરરોજ 2.5 જીબી ડેટા મળતો હતો, તેના માટે 399 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 399 રૂપિયાના પ્લાન માટે તમારે 449 રૂપિયા ચૂકવવા પડશે જેના પર તમને 3 જીબી ડેટા મળશે.