યુવી વિરુદ્ઘ ઘરેલૂ હિંસાનો મામલો દાખલ

ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર યુવરાજ સિંહ અને તેના પરિવાર સભ્યોની વિરુદ્ધમાં ઘરેલૂ હિંસાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. યુવરાજની ભાભી આકાંક્ષા શર્માએ આ કેસ દાખલ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આકાંક્ષાના વકીલ સ્વાતિ સિંહ મલિકે જણાવ્યુ કે, આકાંક્ષાએ પતિ જોરાવર સિંહ, સાસુ શબનમ સિંહ અને દિયર યુવરાજ સિંહની વિરુદ્ઘ ઘરેલૂ હિંસાનો કેસ દાખલ કરાવ્યો છે. આ મામલાની આગામી સુનવણી 21 ઓક્ટોબરના છે.

સ્વાતિએ કહ્યુ કે, યુવરાજની માતા શબનમે તાજેતરમાં જ આકાંક્ષાની વિરુદ્ઘ એક ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે લગ્નમાં આપેલી જ્વેલરી અને અન્ય સામાન પરત માંગ્યો છે. યુવરાજની વિરુદ્ઘ કેસ દાખલ કરવા પરના સવાલ પર આકાંક્ષા શર્માના વકીલે કહ્યુ કે, ”ઘેરલૂ હિંસાનો મતલબ શારીરિક હિંસા નથી, તેનો મતલબ માનસિક અને આર્થિક ઉત્પીડન પણ છે. યુવરાજ પર પણ આ વાત લાગૂ થાય છે કેમકે જ્યારે આકાંક્ષાની સાથે ખોટું થઇ રહ્યુ હતું ત્યારે તે (યુવરાજ સિંહ) ચૂપ હતો.”

વકીલે આગળ જણાવ્યુ કે, આકાંક્ષાના પતિ અને સાસુ જ્યારે બાળકો માટે દબાણ કરી રહ્યા હતા, ત્યારે યુવરાજે પણ તેમનો સાથ આપ્યો હતો. શબનમ વિશે વાત કરતા જણાવ્યુ કે, ”તેઓ હંમેશા જોરાવર અને યુવરાજના મામલામાં દખલ કરતી હતી.” વકીલ સ્વાતિ સિંહ અનુસાર, ”આકાંક્ષા પર જ્યારથી તેના પતિ અને સાસું બાળકને જન્મ આપવા માટે દબાણ કરી રહ્યા હતા, ત્યારે યુવરાજે પોતાના પરિવારનો સાથ આપ્યો.” સ્વાતિએ આરોપ પણ લગાવ્યો કે, શબનમ, જોરાવર અને આકાંક્ષાની જિંદગીમાં ખૂબ જ દખલ કરતી હતી.