પાકિસ્તાનના 3000 બોમ્બ પણ ન તોડી શક્યા માતાનું આ મંદિર

અાસ્થા અને ભક્તિનું પ્રતિક એટલે જેસલમેરથી લગભગ 130 કિમી દૂર ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે અાવેલ તનોટ માતાનું મંદિર.આ મંદિર લગભગ 1,200 વર્ષ જૂનુ છે આમતો આ મંદિર હંમેશા માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે પણ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી આ મંદિર દેશ-વિદેશમાં પોતાના ચમત્કારો માટે જાણીતું થયુ છે.1965ના યુદ્ધમાં પાકિસ્તાની સેનાઅે ચારે બાજુથી લગભગ 3,000 બોમ્બ ફેંક્યા હતા. એમ સમજો કે રીતસર મંદિર પર બોમ્બ વર્ષા થઈ હતી અામ છતાં મંદિરને ઉની અાંચ ન અાવી ચમત્કારની વાતતો અે છે કે મંદિર પરિસરમાં 450 બોમ્બતો અેવા હતા જે ફૂટી જ ન શક્યા.આ બોમ્બ હવે મંદિર સંકુલમાં એક મ્યૂઝિયમમાં અાજે પણ ભક્તોને જોવા માટે રાખવામાં અાવ્યા છે.1965 પછી આ મંદિરની જવાબદારી સીમા સુરક્ષા દળ (સેના)એ સ્વીકારી છે અને અહીં જ પોતાની એક ચોકી પણ બનાવી છે.
એટલું જ નહિ 4 ડિસેમ્બર 1971ના રાત્રે પંજાબ રેજિમેન્ટ અને સીમા સુરક્ષા દળની એક કંપનીએ માતાની કૃપાથી લોંગેવાલામાં પાકિસ્તાનની સંપૂર્ણ ટેન્ક રેજિમેંટને ધૂળ ચટાડી હતી અને લોંગેવાલાને પાકિસ્તાનની ટેન્કોનું કબ્રસ્તાન બનાવી દીધુ હતુ. લોંગેવાલા તનોટ માતાના સાનીધ્યમાં જ અાવેલ છે.
લોંગેવાલાના વિજય પછી મંદિર પરિસરમાં એક વિજેતા સ્તંભની રચના કરવામાં અાવી છે જ્યાં હવે 16મી ડિસેમ્બરના રોજ સૈનીકોની યાદમાં ઉત્સવ ઉજવાય છે.માતાના આ મંદિરને અાવડ માતાના નામથી પણ જાણીતું છે અને તે હિંગળાજ માતાનું જ એક સ્વરૂપ છે. હિંગળાજ માતાની આ શક્તિપીઠ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં અાવેલી છે.દર વર્ષે અાસો અને ચૈત્ર નવરાત્રિમાં અહીં વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.