ઈન્કમ ટેક્ષ સાથે જોડાયેલા આ 8 નિયમોમાં 1 એપ્રિલથી થશે ફેરફાર

કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ નાણાંકીય કાયદા 2018માં આ નિયમોમાં ફેરફાર કરવાની દરખાસ્ત કરી છે. 1 એપ્રિલ 2018થી ઈન્કમટેક્ષ સાથે જોડાયેલા 8 નિયમમાં ફેરફાર કરવામાં આવશે.

અાપને જણાવી દઈએ કે આવક વેરા સાથે જોડાયેલા નિયમોમાં શું ફેરફાર થવાનો છે તે જાણવું અત્યંત જરૂરી છે. તેથી તમારે નાણાંકીય વર્ષ 2018-19માં ટેક્સનું આયોજન કરવામાં સરળતા પડશે. નવા નિયમની માહિતી મળવાને કારણે તમારે કરપાત્ર આવક કેટલી ભરવાની છે અને તમારે તેની પર કેટલો ટેક્ષ ચૂકવવો પડશે તેનો અંદાજ લગાવવામાં પણ સરળતા રહેશે.

બજેટ 2018માં નાણાંપ્રધાને આવકવેરા પર કપાતાં એજ્યુકેશન એન્ડ હેલ્થ કરને 3 ટકાથી વધારી 4 ટકા કરી દીધો છે. જેનો સીધો મતલબ છે કે હવે તમારે કુલ કરપાત્ર આવક પર હવે 1 ટકા વધતાં એટલેકે 4 ટકા કર ચૂકવવાનો રહેશે.

સીનિયર સિટીઝન્સને હવે એક વર્ષમાં બેંકમાં જમા કરાવેલી રકમ પર મળનારું 50,000 રૂપિયા સુધીના વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે નહીં. અગાઉ ટેક્સના ડિસ્કાઉન્ટની મર્યાદા રૂ. 10,000 હતી. સામાન્ય રીતે સીનિયર સીટીઝન પોતાની બચત બેંકોમાં જમા કરે છે અન પોતાના ખર્ચ માટે વ્યાજની રકમ પર નિર્ભર રહેતા હોય છે. સરકારના આ ફેરફારથી સિનિયર સીટીઝન્સને ઘણો ફાયદો થશે.

શેર બજાર અને ઈક્વિટી લિક્વિડ ફંડોમાં રોકાણ પર એક વર્ષમાં જો તમારે 1 લાખ રૂપિયાથી વધુની આવક થશે તો તેની પર 10 ટકા લાંબાગાળાનો કેપિટલ ગેન ટેક્સ વસૂલવામાં આવશે.

અામ 1 એપ્રિલથી અા નિયમો લાગુ થશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.