ઓએનજીસીના 7 કર્મચારીઓ સાથેના હેલિકોપ્ટરનો સંપર્ક તૂટ્યોઃ મુંબઈ

ઓએનજીસીનાં સાત કર્મચારીઓ સાથેનું એક હેલિકોપ્ટરગુમ થયું હોવાની માહિતી મળી છે. આ હેલિકોપ્ટરમાં ઓએનજીસીના સાત કર્મચારીઓ હોવાની માહિતી મળી છે. હેલિકોપ્ટરે ઉડાન ભર્યા પછી 30 ન્યૂટિકલ માઈલ્સ પછીથી જ એર ટ્રાફિક કન્ટ્રોલ સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે હેલિકોપ્ટરનો સવારે 10.30થી સંપર્ક તૂટી ગયો છે. હેલિકોપ્ટરમાં 2 પાઈલટ્સ અને 5 પેસેન્જર્સ હતા. આ હેલિકોપ્ટરે સવારે 10.20 જુહુ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને તે નોર્થ ફિલ્ડ ઓઈલ રિગમાં 10.58 લેન્ડ થવાનું હતું. પરંતુ આ હેલિકોપ્ટર ઓઈલ રિગ પાસે લેન્ડ થયું નથી અને તે ક્યાં છે તેની પણ કોઈ માહિતી મળી નથી. હેલિકોપ્ટરનો છેલ્લે ઓઈલ રિગ ટ્રાફિક કંટ્રોલ સાથે 10.30 સંપર્ક થયો હતો. ઓએનજીસીએ આ વિશે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ આપ્યું છે

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.