વજન ઉતારવા માટે આદું છે અસરકારક

આયુર્વેદમાં આદુંના ઘણા ફાયદા જણાવ્યા છે. આદુંનો એક ફાયદો એ પણ છે કે તે વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે. જો તમે વજન ઉતારી રહ્યા છો તો આદુંનો સેવન ચોક્કસથી કરો. આદુંના સેવનથી શરીરના મેટાબૉલિઝ્મ પર સીધું અસર કરે છે, જેનાથી વજન ઘટવામાં મદદ મળે છે. ઓછી કેલેરી હોવાને કારણે આદુંનું સેવનથી પેટ ભરાયેલું લાગે છે, જેનાથી વધારે જમવાની ઇચ્છા થતી નથી. પરંતુ અહીંયા એક વાત ધ્યાનમાં રાખવાની છે કે, માત્ર આદું તેમને શરીર ઉતારવામાં મદદ નહી કરે. વજન ધટાડવા માટે આદુંના સેવનની સાથે સાથે એક્સરસાઇઝ કરવી પણ જરૂરી છે. જો તમે આદુંનો ઉપયોગ ભોજનમાં નથી કરતા તો તમારે અલગથી નિયમિત રીતે આદું ખાવું જોઇએ. જોકે તેની માત્રા વધારે ન હોવી જોઇએ.

વજન ઘટાડવા માટે આ રીતે કરો આદુંનું સેવન:
સ્ટડીઝમાં સાબિત થયું છે કે સવારે ખાલી પેટે આદુંને સેવન કરવાથી શરીરનું મેટાબૉલિઝમ વધે છે અને પાચન તંત્રને નિયમિત કરે છે. પરંતુ આદુંનું સેવન ઓછી માત્રામાં કરવું જોઇએ.અડધા ગ્લાસ ગરમ પાણીમાં આદું નાખીને પીવો. તમે ઇચ્છો તો તેમાં મધ, લીબું અને થોડું મીઠું ઉમેરી શકો છો. પાણીની સાથે આદુંનુ સેવન તમારું વજન ટૂંક સમયમાં ઘટાડી દેશે.બનાવીને પીવામાં આવે તો શરીરનું વજન ટૂંક સમયમાં નિયત્રિંત થઇ જશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.