ઓટો એક્સ્પોમાં સુઝુકી મોટરસાઇકલ 17 નવા મોડલ્સ પ્રદર્શિત કરશે

સુઝકી મોટરસાઇકલ ઇન્ડિયાએ જાન્યુઆરીમાં 41.7 ટકાનો વધારો કર્યો છે, કંપનીએ ગયા મહિને 49,763 યુનિટ્સ વેચ્યા હતા જેમાં 4,476 ગાડીઓ અેક્સપર્ટ કરવામાં આવી હતી.વર્ષની શરૂઆતમાં આ એક સારી શરૂઆત છે.

એપ્રિલ 2017 થી જાન્યુઆરી 2018 વચ્ચે કંપનીએ 470,499 ગાડીઓ વેચીને રેકોર્ડ્સ બ્રેક વેચાણ કર્યુ, જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં આ આંકડો 340,294 યુનિટનો હતો.સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા નાણાકીય વર્ષ 2017-18 માં 5 લાખ યુનિટ્સનું વેચાણ કરવાનું લક્ષ્ય છે.

જાન્યુઆરી 2018 માં હોન્ડા મોટરસાઈકલમાં 517,732 યુનિટ વેચીને 33 ટકા વૃદ્ધિ ગ્રોથ કર્યો છે, જ્યારે ગયા વર્ષે આ આંકડામાં 389,313 યુનિટ હતા.રોયલ એનફિલ્ડમાં જાન્યુઆરીમાં 77,878 વાહનોના વેચાણમાં 31 ટકાનો વધારો થયો હતો.

દિલ્હીમાં અાયોજીત ઓટો એક્સ્પોમાં સુઝુકી મોટરસાઇકલ 17 નવા મોડલ્સ પ્રદર્શિત કરશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.