સુરતમાં મહિલા તબીબે જૈન સાધુ-સાધ્વીઓ પર ફેકુ ડુંગળી -બટાકા :સીસીટીવી થયો વાયરલ.

સુરત  :સુરતના અડાજણ વિસ્તારમા વહેલી સવારે એક મહિલા દ્વારા જૈન સાધુઓ પર ડુંગળી ફેકતી હોવાનો વીડિયો વાયરલ થયો છે.જેને લઈ જૈન સમાજમાં ભારે રોશની લાગણી પ્રવર્તી રહી છે.ચેતન્ય પરપાટીએ  નીકળેલા જૈન સાધુ સહિત ચાર સાધ્વીઓ પર ડુંગળી અને બટાકા ફેંકવાની આ ઘટના સામે આવી છે…જેની પાછળનું કારણ વહેલી સવારે  ઢોલ નગારા વગાડતા હોવાનું ડુંગળી ફેકનાર મહિલા તબીબે જણાવ્યું છે.તો બીજી તરફ મહિલાના આ કારસ્તાન સામે જૈન સમાજ દ્વારા પોલીસ મથકમાં લેખિતમાં અરજી કરવામાં આવી હોવાનું ઉમેરવામાં આવ્યું છે.

સુરતના અડાજણ સ્થિત રિવર હાઇટ્સ કોમ્પ્લેક્સમાં આ ઘટના બની છે.આ ઘટના દસમી સપ્ટેમ્બર ના રોજ બની હોવાનું જાણવા મળે છે.જ્યાં બાજુમાં જ આવેલ સોસાયટીમાં રહેતી મહિલા તબીબે ડુંગળી અને બટાકા જૈન સાધુ સહિત સાધ્વીઓ પર ફેંક્યા હતા.મળતી માહિતી અનુસાર હાલ જૈન સમાજનો ચાતુર્માસ પર્વ ચાલી રહ્યો છે.જૈન સંઘોમાં બહારથી જૈન સાધુ ,સંતો અને ભગવંતો પ્રવચન આપવા આવી રહ્યા છે.ત્યારે દસમી સપ્ટેમ્બર ના રોજ સુરતના  અડાજણ સ્થિત રિવર હાઇટ્સમાં રોકાયેલા જૈન સાધુ સહિત ચાર સાધ્વીઓ વહેલી સવારે ઢોલ નગારા સાથે ચેતન્ય પરિપાટીએ અન્ય સંઘમાં જવા નિકલ્યા હતા.જે દરમ્યાન ત્યાં આ મહિલા તબીબ મોપેડ લઈને આવી પોહચી હતી અને ડિકીમાંથી બટાકા તેમજ ડુંગળી કાઢી છૂટો મારો ચલાવ્યો હતો….આ મારો જૈન સમાજના સાધુ અને અન્ય ચાર સાધ્વીઓ પર કરાતાં ધાર્મિક લાગણી દુભાય છે….જેના કારણે મહિલા સામે સમગ્ર જૈન સમાજનો  ભભૂક્તો રોષ જોવા મળી રહ્યો છે…જૈન સમાજ દ્વારા હાલ રાંદેર પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે….સાથે જ એક વિશાળ રેલી કાઢવાનું આયોજન પણ  જૈન સમાજ દ્વારા કરવામા આવ્યું છે,જેમાં આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવશે.

તો બીજી તરફ જૈન સાધુ સને સાધ્વીઓ પર ડુંગળી અને બટાકા ફેકનાર મહિલાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ,વહેલી સવારે સાધુ સંતો અને સાધ્વીઓ ઢોલ – નગારા લઈ ચેતન્ય પરિપાટીએ નીકળે છે ,જેના કારણે અમોને તકલીફ પડી રહી છે…અગાઉ પણ પોલીસ ખાતા સહિત જૈન સમાજ ના પ્રમુખ ને રજુવાત કરવામા આવી છે.જો કે પરિસ્થિતિ ઠેરની ઠેર ની જોવા મળી રહી છે.જ્યાં દસમી સપ્ટેમ્બરના રોજ ફરીથી અહીં  ઢોલ – નગારા સાથે  સાધુ અને સાધ્વીઓ અહીં આવી પોહચ્યા હતા જેના કારણે ડિસ્ટબરન્સ ઉભું થયું હતું…જેથી આ કરવા પર મજબુર બનવું પડ્યું છે.આ સિવાય સોસાયટીના અન્ય લોકો પણ હેરાન – પરેશાન થઈ રહયા છે.જેને લઈ લોકોની પણ ફરિયાદ છે.જૈન સમાજ સામે કોઈ પણ વિરોધ નથી.પરંતુ પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ છે.

સુરતના અડાજણ વિસ્તારમાં બનેલી આ ઘટનાથી જૈન સમાજ લાલઘૂમ થઈ ગયું છે અને મહિલા તબીબ સામે પોલીસ કાર્યવાહીની માંગ કરી રહ્યું છે.તો બીજી તરફ મહિલા તબીબે પણ ખોટી રીતે હેરાનગતિ થતી હોવાના આરોપ લગાવ્યા છે.ત્યારે જોવાનું એ રહેશે કે આ મામલે પોલીસ શુ કાર્યવાહી કરે છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com