નવરાત્રીની જાહેરાતની સાથે સાથે કોન્ડોમની જાહેરાતના પોસ્ટર લાગતા વિરોધનો સુર ઉઠ્યો છે.

સુરત : નવરાત્રીના પર્વને ગણતરીના દિવસો બાકી રહયા છે ,ત્યારે શહેરના માર્ગો પર મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે.તો નવરાત્રીની જાહેરાતની સાથે સાથે કોન્ડોમની જાહેરાતના પોસ્ટર લાગતા વિરોધનો સુર ઉઠ્યો છે.
સુરત શહેરના અલગ અલગ પોઇન્ટ પર શાહ પબ્લિસિટી દ્વારા નવરાત્રીની જાહેરાતના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.જો કે નવરાત્રીની જાહેરાતની સાથે સાથે પોસ્ટરમાં પોર્ન સ્ટાર સની લિયોન અને કોન્ડોમની જાહેરાત કરવામાં આવી છે.જેને લઈ સામાજિક સંસ્થા સહિતના લોકોમાં ભભૂક્તો રિષ જોવા મળી રહ્યો છે.સુરતના મજુરાગેટ ,ઉધના સહિત ના વિસ્તારોમાં આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.જ્યા હિન્દૂ વાહીની સેના દ્વારા આ જાહેરાત મારતા પોસ્ટરોનો ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.સંસ્થાના 15 જેટલા કાર્યકરો દ્વારા આજ રોજ ઉધના વિસ્તારમાં સની લિયોનના કોન્ડોમ સાથેની જાહેરાત વાળા પોસ્ટરો સામે સુત્રોચાર કરવામાં આવ્યા હતા.સેનાના કાર્યકરો  પોસ્ટરો ફાડવા ની તૈયારીમાં હતા ,જે દરમ્યાન ત્યાં પોલીસનો સ્ટાફ પોહચી જતા કાર્યક્રમ નિષ્ફળ ગયો હતો.જો કે ભારે વિરોધ બાદસ શહેરના માર્ગો પર લાગગવામાં આવેલ આ પોસ્ટરો બાદમાં ઉતારી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com