સ્પેસ Xએ લોન્ચ કર્યું સૌથી પાવરફુલ રોકેટ ફોલ્કમ હેવી, સ્પેસમાં મોકલાઈ કાર

અમેરિકાની પ્રાઈવેટ સ્પેસ કંપની સ્પેસએક્સેએ બુધવારે વહેલી સવારે તેમનું ફોલ્કન હેવી રોકેટનું સફળ લોન્ચિંગ કર્યું છે. તેને ભારતીય સમય પ્રમાણે રાતે 12 વાગે લોન્ચ કરવાનું આયોજન હતું પરંતુ છેલ્લી ઘડીએ તેના લોન્ચિંગનો સમય આગળ વધારવામાં આવ્યો અને રાતે 2.25 વાગે આ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીનું કહેવું છે કે, આ અત્યારે ઉપયોગમાં લેવાતા સૌથી પાવરફુલ રોકેટ ડેલ્ટા-4 હેવીથી બમણુ વજન લઈ જવા માટે સક્ષમ છે. ફોલ્કન હેવીથી આગામી સમયમાં લોકોને ચાંદ અને મંગળ ઉપર પણ મોકલી શકાશે. હાલ તેમાં ફ્યૂચરનો સ્પેસ સૂટ પહેરેલું એક પુતળું અને કંપનીના માલિક એલન મસ્કની ચેરી રેડ કલરની ટેસ્લા કાર મોકલવામાં આવી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.