સ્માર્ટફોન તમારા બાળકોને બીમાર બનાવી શકે છે, આ વ્યસનથી કેવી રીતે બચવું?

આ 2018 છે અને તે ખૂબ શક્ય છે કે તમારા પાંચ વર્ષનું બાળક તમારા કરતા તમારા ફોન વિશે વધુ જાણે છે.સ્માર્ટફોન, ટેબ્લેટ્સ અને લેપટોપ બાળકોના હાથમાં આવતા હોય છે જ્યારે તેમને અે પણ ખબર નથી હોતી કે કેટલો અને ક્યો સમય યોગ્ય છે અા અાધુનીક ઉપકરણનને ચલાવવા.દસ વર્ષ પહેલાં કોઈએ એવું વિચાર્યું પણ ન હતુ કે ટેક્નોલૉજી અાવી રીતે આપણા જીવનના દરેક પાસાને નિયંત્રિત કરશે.

કદાચ આ ટેક્નોલોજી બનાવનારા ટેક્નોલોજીના દિગ્ગજોએ આ અંગે વિચાર પણ કર્યો નહી હોય.રસપ્રદ વાત અે છે કે આ કંપનીઓના રોકાણકારો હવે ટેક્નોલૉજીના વ્યસન વિશે ચેતવે છે.એપલના બે મોટા રોકાણકારોએ આઇફોન ઉત્પાદકોને બાળકોમાં સ્માર્ટફોનના વ્યસન વિશે કેટલાક પગલાં લેવા જણાવ્યું છે.પ્રતિભાવમાં, એપલે કહ્યું છે કે તે તેના પેરેંટલ નિયંત્રણ સાધનોને વધુ અસરકારક બનાવવા માંગે છે.

પ્રથમ વાત એ છે કે બાળક ફોન પર કેટલો સમય રહે છે.બાળકોના શિક્ષણથી લઈને મનોરંજન માટે બધું જ ડિજિટલ થઈ રહ્યું છે.અેવામાં બાળકોને ટેકનોલોજીથી દૂર રાખી પણ ન શકાય પરંતુ વધારે સારી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી તેને યોગ્ય દિશામાં વાળવાથી નુકસાન થતુ અટકાવી શકાય છે.બાળકો સાથે વધારે સમય વિતાવવો જોઇઅે તેમને થતા સવાલોનો જવાબ અાપવો જોઈઅે જેથી તેઅો મુંજવણ ટાળી અાગળ વધી શકે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.