RBI ન ઘટાડ્યા વ્યાજદર, સસ્તી લોન માટે હમણાં રાહ જોવી પડશે

RBI રેપો રેટમાં 6 ટકા વ્યાજદર યથાવત રાખ્યો છે. સસ્તી લોન માટે સામાન્ય માણસને રાહ જોવી પડશે. અા પહેલાં ઓક્ટોબરમાં પણ RBI રેપો રેટમાં કોઈ ઘટાડો કર્યો ન હતો. છે. ઓક્ટોબરમાં પણ તે 6 ટકા જ રાખવામાં આવ્યો હતો.
RBI દ્વારા અર્થતંત્રનો અંદાજીત વિકાસદરમાં પણ આ વખતે કોઈ ફેરફાર કર્યો નથી. અા વખતે વિકાસદર 6.7 ટકા પર જ રાખવામાં આવેલ છે. વિકાસદરને 7.3 ટકાથી ઘટાડીને 6.7 ટકા કર્યો છે. આરબીઆઇએ ઓગસ્ટમાં વિકાસદર માત્ર 7.3 ટકાના અંદાજે રજૂ કર્યો હતો.
RBIએ મોંઘવારી દરમાં ફેરફાર કર્યો છે, ડિસેમ્બર અને માર્ચમાં મોંઘવારી દર4.3થી 4.7અાંકવામાં અાવ્યો છે. RBIએ કંઝ્યુમર પ્રાઈઝ ઇન્ડેક્ષ 4 ટકા ગણાવ્યો છે.અર્થતંત્રના વિકાસને વેગ મળશે.
રિવર્સ રેપો રેટ એટલે જેના પર દેશની કેંન્દ્રીય બેંક બેંકો પાસેથી લોન મેળવે છે. સામાન્ય ભાષામાં જો તમે બેંક પાસેથી લોન લો અને તેનું વ્યાજ ચુકવો છો એવીજ રીતે RBI બેંકો પાસેથી પૈસા મેળવી પ્રોત્સાહન રાશી અેટલે કે રિવર્સ રેપો રેટ અાપે છે. રેપો રેટ જેટલો વધારે બેંકોને અેટલો વધુ ફાયદો થશે.
રેપો રેટમાં કાપ મૂકવા માટે મોંઘવારી અને ઇકોનોમીની પરિસ્થિતિ જોઈ પછી નિર્ણય લેવાય છે. જો આગામી દિવસોમાં ઇકોનોમી સ્થિતિ સારી સ્થિતિમાં રહેશે અને ભાવ નિયંત્રણમાં રહેશે, તો તમને સસ્તી લોન માટે ભેટ RBI આપી શકે છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.