10 રૂપિયાની નોટના રંગરૂપ બદલશે RBI

ભારતીય રિઝર્વ બેન્ક ટૂંક સમયમાં 10 રૂપિયાની નવી નોટ રજૂ કરશે આ નવી નોટ મહાત્મા ગાંધી સીરિઝની જ હશે. આ નવી નોટને ચોકોલેટ બ્રાઉન કલર બેઝમાં તૈયાર કરવામાં આવી છે. આ નોટો પર કોણાર્ક સૂર્ય મંદિરનું ચિત્ર હશે.સૂત્રોના આધારે આરબીઆઈ દસ રૂપિયાના દરની 1 બિલિયન નોટ પહેલેથી જ છાપી ચુક્યુ છે.
જણાવી દઈઅે કે દસ રૂપિયાની નોટોની ડિઝાઇનમાં વર્ષ 2005માં પરિવર્તન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આરબીઆઈ 200 અને 50 ની નવી નોટો જારી કરી હતી.આ નોટો પણ મહાત્મા ગાંધી સીરિઝની જ છે સરકારે વર્ષ 2016માં નવેમ્બર મહિનામાં 500 અને એક હજાર રૂપિયાની જૂની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. આ નોટો સંપૂર્ણ ભારતીય કરન્સીમાં લગભગ 86 ટકા હતી. જેકે પછી કેશની મુશ્કેલી અાવતા આરબીઆઈએ 2000 અને 500 રૂપિયાની નવી નોટો જારી કરી હતી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.