રાજકોટમાં રાહુલ ગાંધીના પૂતળાને સાડી પહેરાવી માફી મંગાવી

રાજકોટ : ગઈકાલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડોદરા શહેરના સર સયાજીનગર ગૃહ ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જ્યાં સ્ત્રી સશક્તિકરણ અંગેની વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપનું મુખ્ય સંગઠન આરએસએસ છે. કેટલી મહિલાઓ છે તેમાં? તમે ક્યારેય આરએસએસમાં મહિલાઓ જોઇ છે? શાખામાં ક્યારેય તમે મહિલાઓને શોર્ટ્સમાં જોઈ છે? મેં તો નથી જોઈ. સંગઠનથી તમને ખબર પડી જાય છે. કોંગ્રેસમાં દરેક જગ્યાએ મહિલાઓ છે. આરએસએસમાં એક મહિલા નથી દેખાતી. ખબર નહીં શું ભૂલ કરી છે મહિલાઓ કે, તેમાં મહિલાઓ જઇ શકતી નથી.રાહુલ ગાંધીએ કરેલા આ નિવેદનનો ભાજપના મહિલા મોરચા દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આજે રાજકોટમાં ભાજપ મહિલા મોરચાએ પણ કોંગ્રેસ ઉપાધ્યક્ષના નિવેદનનો અનોખો વિરોધ કર્યો હતો. ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી સહિત મહિલા ભાજપના ઉમેદવારોએ રાહુલ ગાંધીના પૂતળાને સાડી પહેરાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. શહેરના ત્રિકોણબાગ ખાતે ભાજપ મહિલા મોરચાએ યોજેલા વિરોધના કાર્યક્રમમાં રાહુલ ગાંધીના પૂતળાને સાડી પહેરાવી હતી. એટલુંજ નહીં ત્યારબાદ જાહેરમાં માર મારી મહિલાઓ વિરુદ્ધ કરેલી કોમેન્ટ પર પૂતળા પાસે માફી પણ મગાવી હતી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com